છેલ્લા નવ વર્ષથી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણ વિથ પોક્સોના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઓડીશા ખાતેથી પકડી પાડતી મોરબી સીટી-બી ડીવિઝન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ તરફથી અલગ અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે તા.૧૫/૧૧/૨૦૨૪ થી તા.૨૮/૧૧/૨૦૨૪ સુધીની ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અનુસંધાને મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા મોરબી વિભાગે મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા ટીમ બનાવી અસરકારક કામગીરી કરવા સુચના/માર્ગદર્શન આપતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુન્હો નં.૪૪/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ તથા પોક્સો અધિનીયમ કલમ ૪ મુજબના કામે નાસતો ફરતો આરોપી પુર્ણચંદ્ર રામચંદ્ર નાયક ઉ.વ.૩૨ રહે ગામ.બાલાસીયા તા.સૌરા જી.બાલેશ્વર રાજ્ય ઓડિશા વાળાનુ ટેકનીકલ સોર્સીસના આધારે આરોપીની માહિતી મેળવી આરોપીને પકડવા માટે ઓડીશા ખાતે પોલીસ સ્ટેશનની ટીમ જેમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઇ હૈણ, તુષારભાઇ કણઝરીયા, નંદાબેન ખાંભલાને મોકલી ઓડીશા રાજ્યના બાલેશ્વર જીલ્લા ખાતેથી પકડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.