Tuesday, December 24, 2024
HomeGujaratમોરબી કોર્ટમાં પ્રેક્ટિસ કરતા યુવા ધારાશાસ્ત્રી નિતીનકુમાર અમૃતલાલ પંડ્યાની નોટરી તરીકે નિમણૂક...

મોરબી કોર્ટમાં પ્રેક્ટિસ કરતા યુવા ધારાશાસ્ત્રી નિતીનકુમાર અમૃતલાલ પંડ્યાની નોટરી તરીકે નિમણૂક કરાઈ

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્ય માટે નોટરી તરીકે વકીલોની નિમણુક કરવામાં આવી છે. જેમાં મોરબી કોર્ટમાં પ્રેક્ટિસ કરતા યુવા ધારાશાસ્ત્રી નિતીનકુમાર અમૃતલાલ પંડ્યા ની ભારતની કેન્દ્ર સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક કરવામાં આવતા તેમના પરિવારમાં હરખની હેલી ફેલાઈ જવા પામી છે.

- Advertisement -
- Advertisement -

ગુજરાતમાંથી કાયદા મંત્રાલય દ્વારા ૮૦૮૬ વકીલોને નોટરી તરીકે નિમણુંક આપવામાં છે. ગુજરાતમાંથી જે વકીલોએ નોટરી થવા માટે અરજીઓ કરી હતી તેવા લગભગ તમામ વકીલોને નોટરીના પ્રમાણપત્રો આપી દેવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે. ત્યારે મોરબી કોર્ટમાં પ્રેક્ટિસ કરતા યુવા ધારાશાસ્ત્રી નિતીનકુમાર અમૃતલાલ પંડ્યાની પણ કેન્દ્ર સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. નિતીનકુમારે વર્ષ 2002 માં બી.કોમ પૂર્ણ કરી વર્ષ 2005 માં LLB કર્યું છે. તેઓને વર્ષ 2006 માં એડવોકેટ તરીકે સનદ મળ્યા બાદ પણ અભ્યાસ ચાલુ રાખી વર્ષ 2012 માં LLM ક્રિમિનલ અને વર્ષ 2018 માં LLM હુમન રાઈટ કર્યું છે. તેઓ મોરબી કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. હાલ તેઓ મોરબી શહેર બીજેપી લીગલ સેલમાં ઉપપ્રમુખ તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા તેમની નોટરી તરીકે નિમણૂક કરવામાં આવતા તેમના સગાસંબંધીઓ, સરકારી અધિકારીઓ, સાથી વકીલ મિત્રો તેમજ મિત્ર વર્તુળમાંથી તેમના ફોન નંબર 8160188816 પર સતત શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!