મોરબી મહાનગર પાલિકા બનતા લોકોના સામાન્ય ફરિયાદોના નિરાકરણ માટે લોકોને રૂબરૂ ન જવું પડે તે માટે નંબરો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જનરલ ફરિયાદ, પીવાનાં પાણીની, સ્ટ્રીટ લાઈટ, ભૂગર્ભ, કચરા તેમજ ડોર ટુ ડોર કચરાના નિકાલ માટેના નંબરો જાહેર કરવામાં આવ્યા છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા રોજ બરોજની ફરિયાદ માટે મહાનગર પાલિકા દ્વારા નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેથી લોકોની ફરિયાદ તંત્ર સુધી આસાનીથી પહોંચતા તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જેથી મહાનગરપાલિકા કચેરી જનરલ ફરિયાદ વિભાગ માટે 02822220551, પીવાના પાણીની ફરિયાદ માટે 9979800942, સ્ટ્રીટ લાઇટની ફરિયાદ માટે 8238666244, ભૂગર્ભ ગટરની ફરિયાદ માટે 7778879876, કચરાની ફરિયાદ માટે 9824926031 અને ડોર ટુ ડોર કચરા અંગેની ફરિયાદ માટે 7016086581 પર સંપર્ક કરી શકાશે.