Sunday, November 24, 2024
HomeGujaratકોઈએ ચિતા કરવાની જરૂર નથી, સરકાર નથી પહોંચતી ત્યાં પત્રકારો પહોંચે છે:...

કોઈએ ચિતા કરવાની જરૂર નથી, સરકાર નથી પહોંચતી ત્યાં પત્રકારો પહોંચે છે: મહેસૂલ મંત્રી

મોરબી: આજના સોશ્યલ મીડિયાના યુગમાં લોકોને ચપટી વગાડતા જ કોઈપણ ઘટનાના ન્યુઝ મળી જાય છે. પત્રકાર સતત દોડધામ કરી સમાજના એક જાગૃત પ્રહરી તરીકે ફરજ અદા કરે છે દરમિયાન ભારે વરસાદના સમયે દરેક પત્રકારોએ ચાલુ વરસાદે ફરજ અદા કરી લોકોની મુશ્કેલી તંત્ર અને સરકાર સમક્ષ મૂકી હતી.ત્યારે રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે ભારે વરસાદને લઈને પત્રકારોની ફરજ નિષ્ઠા વિશે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, કોઈએ ચિતા કરવાની જરૂર નથી, સરકાર નથી પહોંચતી ત્યાં પત્રકારો પહોંચે છે. જેમાં કોઈપણ જગ્યાએ મુશ્કેલી હોય તો સરકાર પહેલા પત્રકાર પહોંચીને સરકારને જાગૃત રાખે છે.

- Advertisement -
- Advertisement -

વધુમાં મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ મોન્સૂન કામગીરીની માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતભરમાં વરસાદ થી લોકોને પડતી હાલાકી બાબતે તંત્ર સજ્જ છે અને જેની કામગીરીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭ માનવ મૃત્યુ થયા હતા અને વરસાદને કારણે ૨૫ જેટલા મકાનોને અને ૧૧ જેટલા ઝુંપડા ઓને નુકશાન પહોંચ્યું છે તથા આણંદથી ૧૭ લોકોને તાપીથી ૩૯ અમે છોટા ઉદેપુર થી એમ કુલ મળી ૫૦૮ જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે જેમાંથી ૪૬૮ રેસ્ક્યુ માત્ર છેલ્લા 24 કલાકમાં જ કરવામાં આવ્યા છે. તથા કુલ ૧૦૬૭૪ લોકોનું આશ્રય સ્થાનોમાં સ્થળાંન્તર કરવામાં આવ્યું હતું જેમાથી ૬૮૬૩ લોકો સ્વઘરે પરત ફર્યા છે જ્યારે ૩૦૦૦ થી વધુ લોકો હાલમાં આશ્રય સ્થાનમાં જ છે અમે આ વરસાદમાં છેલ્લા એક.મહિનામાં ૨૭૩ પશુઓના મૃત્યુ થયા છે. તથા અલગ અલગ જિલ્લાઓમાં એલર્ટ ને પગલે sdrf ની ૧૮ ટીમો અને ndrf ની ૧૧ ટીમોને અલગ અલગ જિલ્લામાં ખડેપગે રાખવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!