મોરબીના રવાપર ધુનડા રોડ પર રહેતા શક્તિ ટાઉનશીપના તમામ રહેવાસીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી નવરાત્રી ચાલુ રાખવા માટે અને અન્ય રહીશોએ આપેલ આવેદન સામે વાંધો લેવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. શક્તિ ટાઉનશિપની બાજુમાં સેવા એ જ સંપત્તિ ગ્રુપ દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ અન્ય રહીશોએ આવેદન પાઠવતા તંત્રને નવરાત્રીનું આયોજન કરવા દેવામાં આવે તે માટે રજુઆત કરવામાં આવી હતી.
મોરબીના રવાપર ધનુડા રોડ ખાતે આવેલ શક્તિ ટાઉનશીપની બાજુમાં સેવા એ જ સંપત્તિ ગ્રુપ દ્વારા દર વર્ષે નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આસપાસના વિસ્તારના રહેતા રહેણાંક ધારકો તેમજ વિધાર્થીઓ, ઘરડા અને બીમાર લોકોને નવરાત્રી દરમિયાન સતત ઘણો ધોંધાટ ખુબ જ નુકશાન કરનાર અને માનસિક રીતે ખુબ ઉપદ્ર્રવ થતો હોય તેવું ખોટું અર્થઘટન કરી આયોગ્ય કારણો જણાવી અમને પૂછ્યા વગર ગણ્યા ગાંઠ્યા આજુબાજુના રહીશોએ આપને નવરાત્રી બંધ રાખવા રજુઆત કરેલ હતી. જેને ધ્યાનમાં લઈને પોલીસ અને તંત્રની પણ સત્તાવાર મંજૂરી લેવામાં આવે છે. ત્યારે નવરાત્રી ચાલુ રાખવા દેવામાં આવે તે બાબતે કલેકટરને આવેદન પાઠવી રજુઆત કરી હતી.