“બિપરજોય” ના માર્ગ અને તીવ્રતા બાબતે કેમ આટલી બધી અનિશ્ચિતતા છે ? જેનો જવાબ આપતા અંકિતભાઈ એ જણાવ્યું હતું કે અનિશ્ચિતતા હોવાના વિવિધ કારણો છે પરંતુ તે પૈકીનું એક મહત્ત્વ નું કારણ છે કે, ચોમાસુ બેસવાનો સમયગાળો હોવાથી vertical wind share વધી રહ્યો છે……એટલે કે નીચલા લેવલ પર પવનો પશ્ચિમના છે જ્યારે મધ્ય થી ઉપરના લેવલના પવનો પૂર્વના છે, તેમજ દિશા-સૂચક પ્રવાહ જટિલ હોવાથી,વિશ્વ વિખ્યાત સંસ્થાઓ અને મોડેલો પણ ચોક્કસ માર્ગ અને તીવ્રતાનું અનુમાન કરવામાં સંઘર્ષ કરી રહયા છે.
હાલની પરિસ્થિતિઓ પ્રમાણે સાયકલોન બિપરજોય તા 11 થી 15 જુન દરમિયાન સૌરાષ્ટ/કચ્છના પશ્ચિમ કાંઠા થી (અંદાજિત 250 થી 500 કિલોમીટર) દૂર પશ્ચિમ થી પસાર થવાની સંભાવનાઓ જોતાં , આ સમયગાળા દરમિયાન રાજયમાં ઓછા વત્તા પ્રમાણમાં છૂટા-છવાયા વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ જોવા મળી શકે છે’.ખાસ સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠા વિસ્તારોને બીજા વિસ્તારોની સાપેક્ષમાં વધુ ફાયદો થઈ શકે છે અંહિયા ખાસ નોંધવું કે તેનો આધાર સાયકલોન ગુજરાતના કાંઠા વિસ્તારોથી કેટલું નજીક કે દૂર પસાર થાય છે તેમજ તે દરમિયાન સાયકલોનની તીવ્રતા કેટલી છે તેના પર રહેલો છે.