Saturday, May 31, 2025
HomeGujarat‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ને ના’: વાંકાનેરના પંચાસર ગામે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા ખાસ...

‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ને ના’: વાંકાનેરના પંચાસર ગામે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા ખાસ ગ્રામસભા યોજાઈ.

વાંકાનેર તાલુકાના પંચાસર ગામ ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે પ્લાસ્ટિક કચરા નો ઉપયોગ ઘટાડવા તેમજ પુનઃઉપયોગ અને રિસાયકલ અંગે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક ના ઉપયોગને સીમિત કરવા ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

સમગ્ર રાજ્યની સાથે મોરબીમાં પણ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની આ વર્ષની થીમ ‘એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી’ના ભાગરૂપે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. મોરબી સહાયક માહિતી નિયામકના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકાના પંચાસર ગામ ખાતે ગામના સરપંચ મહેબૂબભાઈ ભોરણીયાના અધ્યક્ષસ્થાને તેમજ પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં પંચાસર ના તલાટી-મંત્રી તેજસ ડોડીયા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક અટકાવવા ના હેતુ સાથે ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામ સભામાં ગ્રામજનોને પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવા, ઉપયોગ ઘટાડવા તથા આ પ્લાસ્ટિકની વસ્તુઓનો પુન: ઉપયોગ કે રિસાયકલિંગ કેવી રીતે કરી શકાય તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ગ્રામ સભામાં સર્વે ઉપસ્થિત દ્વારા ‘સિંગલ યુગ પ્લાસ્ટિકને ના’ એમ પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!