પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળાના મેડીકલ ઓફીસર ડૉ. એસ. એચ જીવાણીની હાજરીમાં ખાખરાળા ખાતે આજ રોજ તંબાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામા આવી હતી. જેમાં ગામમા રેલી યોજી લઘુ શીબીર દ્વારા ગામ લોકોને તંબાકુથી થતા નુકસાન વિશે વિગતવાર કરી વ્યસન મુક્તિ અંગે સમજાવવામાં આવ્યા હતા…
ખાખરાળાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસરની હાજરીમાં ખાખરાળા ખાતે તંબાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ શાળા, કોલેજ, હોસ્પિટલ વગેરે જાહેર સ્થળો ઉપર તંબાકુનુ સેવન કરવુ ગુનો બને છે તેમજ ૧૮ વષઁથી નાની ઉંમરના વ્યક્તિને તંબાકુનું વેચાણ કરવા ઉપર પણ પ્રતીબંધ છે. તેવુ કરનારને સજા તેમજ દંડની પણ જોગવાઈ છે તેમ મેડિકલ ઓફીસર દ્વારા ગામના લોકોને સમજાવવામા આવ્યા હતા. તેમજ ગામ લોકોને તંબાકુથી જે લોકોને નુકસાન થયું છે તેમને બોલાવીને અનુભવો શેર કરાવ્યા હતા.