Thursday, December 26, 2024
HomeGujaratવેલેન્ટાઇન ડે નહિ પણ વ્હાલની ઉજવણી : નવયુગ વિદ્યાલય-મોરબી દ્વારા 'માતૃ-પિતૃ પૂજન...

વેલેન્ટાઇન ડે નહિ પણ વ્હાલની ઉજવણી : નવયુગ વિદ્યાલય-મોરબી દ્વારા ‘માતૃ-પિતૃ પૂજન દિન’ ઉજવાયો

સામાન્ય રીતે પ્રેમીઓ અને પતિ-પત્ની દ્વારા વેલેન્ટાઇન ડે મનાવવામાં આવે છે. જોકે મોરબી શહેરની નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા વેલેન્ટાઇન ડેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ સ્કૂલના છાત્રોએ સૌપ્રથમ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અને ગ્રીટીંગ કાર્ડ સાથે તેમજ માતૃ પિતૃ પૂજન કરી ‘માતૃ-પિતૃ પૂજન દિન’ની ઉજવણી કરી હતી.

- Advertisement -
- Advertisement -

નવયુગ વિદ્યાલય-મોરબી દ્વારા આયોજીત ગઈકાલે નવયુગ વિદ્યાલય-મોરબી ખાતે પ્રાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાયેલ યુવાઓને ભારતીય સંસ્કૃતિનુ દર્શન કરાવવા ‘વેલેન્ટાઇન ડે’ના સ્થાને ‘માતા-પિતા પૂજન દિન’ તરીકે ઉજવાયો હતો. જેમાં જીવનદર્શક-સંરક્ષક સાચા વેલેન્ટાઇન (પ્રેમ મૂર્તિ) માતા-પિતા છે એ હેતુ સહ ધોરણ-3 ના વિદ્યાર્થીઓના માતા-પિતાને શાળામાં બોલાવી પાલક માતા-પિતાને સ્વયં ભગવાન જાણી તેની દીપ આરતી સાથે પૂજન કરવામાં આવ્યું હતું. ધોરણ-5-6 ના વિદ્યાર્થીઓએ માતા-પિતા પ્રત્યેની પોતાની લાગણીઓને ગ્રીટીંગ કાર્ડમાં લખી રજૂ કર્યું હતું. આ ઉપરાંત ધોરણ-1 અને 2 ના વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનું પૂજન કરીને આનંદની લાગણી અનુભવી હતી, તેમજ ધોરણ-4 ના વિદ્યાર્થીઓએ માતા-પિતા વિશેના સુવાકયો દ્વારા આ ઉત્સવને ઉજવ્યો હતો. આ ઉપરાંત ચારેક વર્ષ પૂર્વે પુલવામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીર સપૂતોને પુષ્પાંજલિ અર્પતા કે.જીના વિદ્યાર્થીએ ‘બ્લેક ડે’ ની ઉજવણી કરી હતી. અને શહીદવીરોને યાદ કરી શ્રધ્ધાંજલિ અર્પી હતી. વીરોની વસંત સદા મહેકતી રહે એ સ્મરણસહ ધોરણ- 7 અને 8 ના વિદ્યાર્થીઓ દ્વારા કેંડલમાર્ચ દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ આપી હતી. જયારે સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવાં માટે સમગ્ર શાળા સ્ટાફ તેમજ ઓફિસ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવેલ જે બદલ નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશન સુપ્રિમો પી.ડી.કાંજીયા દ્વારા અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!