Tuesday, November 26, 2024
HomeGujaratમોરબી ફાયર વિભાગ દ્વારા નવ કોમ્પલેક્ષને પાઠવાઈ નોટિસ:સિલ કરવાની કાર્યવાહી શરૂ

મોરબી ફાયર વિભાગ દ્વારા નવ કોમ્પલેક્ષને પાઠવાઈ નોટિસ:સિલ કરવાની કાર્યવાહી શરૂ

રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા ઠેર ઠેર ફાયર એનઓસીના તપાસના આદેશ આપ્યા છે જેને પગલે મોરબીનું ફાયર વિભાગ દોડતું થયું છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબીમાં અલગ અલગ જગ્યાએ ચેકીંગ પ્રક્રિયા હાથ ધરી રવાપર રોડ પર આવેલ નવ કોમ્પલેક્ષને નોટિસ ફટકારી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજ્યભરના ફાર વિભાગ એક્શનમાં આવ્યું છે અને ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મોરબી પર વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ નવ કોમ્પલેક્ષ ને નોટિસ પાઠવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં મોરબીના રવાપર રોડ પર આવેલ માનવ પ્લાઝા, બોમ્બ માં હૈ?, ઉમા પ્લાઝા ,એમ એમ પ્લાઝા, ઓમ શાંતિ કોમ્પલેક્ષ, સાધના કોમ્પલેક્ષ, સતનામ કોમ્પલેક્ષ અને ગીતા કોમ્પલેક્ષના આસામીઓને નોટિસ પાઠવી શોપિંગ, વાણિજ્ય એકમોમાં ફાયર સેફ્ટી ની વ્યવસ્થા કરવા સૂચના અપાઇ છે. તેમજ બાંઘકામ પરવાનગી અને બી.યુ. પરમિશન, સ્ટ્રકચર સ્ટેબીલીટી અને CGDCR ની જોગવાઇ મુજબનું બાંધકામ કરવામાં આવ્યું હોય તે અંગેની માહિતી આપતું તથા બિલ્ડિંગ યુસેજ પરમિશન બે દિવસમાં રજૂ કરવા તાકીદે સુચના અપાઇ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!