મોરબી નગર પાલિકા દ્વારા ચીફ ઓફિસર દ્વારા સુધારાવાળી શેરી માં ઇમરજન્સી વાહનોને જાવક માં મુશ્કેલી થતી હોવાથી વન સાઈડ પાર્કિંગ માટે દરખાસ્ત કરાઈ છે જેને લઇને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વાહનોનું પાર્કિંગ મહિનાની એકી તારીખ દરમ્યાન રોડની ડાબી બાજુએ તથા મહિનાની બેકી તારીખ દરમ્યાન રોડની જમણી બાજુએ કરવા બાબતનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા તા.૦૨/૧૨/૨૦૨૪ના પત્રથી સુધારાવાળી શેરી, સરદાર રોડમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ (મોરબી નગરપાલિકા) ઉપરાંત ૨ બેંક, સમાજવાડી, સ્કુલ અને જથ્થાબંધ સામાન વિક્રેતાઓની દુકાનો આવેલી છે. જ્યાં નાનાં-મોટા વાહનો રોડની બંને બાજુમાં અવ્યવસ્થિત પાર્કિંગ કરતા હોવાથી આગ, અકસ્માત કે રેસ્ક્યુ કોલ સમયે ફાયર બ્રિગેડના વાહનોને જવામાં અવરોધ થાય છે. અને ઘટના સ્થળે પહોંચવામાં વિલંબ થતો હોવાથી સુધારા શેરીમાં વન સાઇટ પાર્કિંગની સુવિધા કરવા બાબતનું જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત કરવામાં આવી છે… જેને લઇને મોરબી નગરપાલિકા તરફથી મળેલ દરખાસ્ત મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટ કે બી ઝવેરી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) બી અન્વયે મળેલ સત્તાની રૂએ સુધારા શેરી સરદાર રોડ ઉપર નાના-મોટા વાહનોનું પાર્કિંગ મહિનાની એકી તારીખ દરમ્યાન રોડની ડાબી બાજુએ તથા મહિનાની બેકી તારીખ દરમ્યાન રોડની જમણી બાજુએ કરવા બાબતનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.