મોરબી શહેરની વધતી વસ્તી, જુના સાંકડા રોડ રસ્તા, ઉદ્યોગિક વિકાસ, ભૌગોલિક પરિસ્થિતિ તેમજ ટ્રાફિક નિયમન ને ધ્યાનમાં રાખીને પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર લખી લીલાપર તરફથી ઉમિયા સર્કલ જવા માટે રવાપર ચોકડી વાળા રૂટ વન વે તેમજ ઉમિયા સર્કલથી લીલાપર રોડ તરફથી જવા માટે નિર્મલ સ્કૂલ વાળા રોડ વન વે માટે પત્ર લખતા જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરતા એક મહિના સુધી મુખ્ય રોડ વન વે રહેશે તેવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
મોરબી પોલીસ અધિક્ષક દ્વારા 10/10/2023 ના રોજ પત્ર લખી મોરબી શહેરની ભૌગોલિક પરિસ્થિતિ અને ઉધોગિક વિકાસ, વસ્તી અને આવાસની ગીચતા અને શહેરના જુના પુરાણા શહેરના સાંકડા રોડ રસ્તા ને ધ્યાનમાં લઈને ટ્રાફિક નિયમન અને જાહેર હિત ને ધ્યાનમાં લઈને લિલાપર તરફથી ઉમિયા સર્કલ જવા માટે રવાપર ચોકડી ( સ્વાગત હોલ) વાળા રૂટ થતાં ઉમિયા સર્કલથી લીલાપર રોડ તરફથી જવા માટે નિર્મલ સ્કૂલ વાળા રોડ વન વે જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત કરી હતી. જેને ધ્યાનમાં લઈને મોરબી મેજિસ્ટ્રેટ દ્વારા આજથી ત્રીસ (30) દીવસ સુધી સવારના 07:00 વાગ્યાથી રાત્રીના 10:00 વાગ્યા સુધી વન વે રોડ જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જો કોઈ વ્યક્તિ દ્વારા જાહેરનામા નો ભંગ કરવામાં આવશે તો તેની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.