વરસાદની સીઝન આવે એટલે ઠેર-ઠેર ભૂવાઓ પડતા હોવાના બનાવ સામે આવતા હોય છે ત્યારે આવો જ એક ભુવો મોરબીના કન્યા છાત્રાલય રોડ પર રાધેકૃષ્ના સ્કૂલની બાજુમાં આવેલ નાલા પર પડ્યો છે. જેને કારણે શાળાએ ભણવા જતા બાળકો તથા વાલીઓમાં અને સ્થાનિક રહેવાસીઓમાં ખુબ જ ભયનો માહોલ ફેલાયો છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કન્યા છાત્રાલય રોડ પર રાધેકૃષ્ના સ્કૂલની બાજુમાં આવેલ પૂલ પર મસમોટુ ગાબડું પડ્યું છે. જેની બાજુમાં જ આવેલ રાધેક્રિષ્ના સ્કૂલમાં નાના ભૂલકાઓ જીવન જોખમે ભણવા આવે છે. તંત્ર કોઈ અનિચ્છનીય બનાવની રાહ જોતું હોય એવું લાગે છે. ખુલ્લી ગટર પર આવેલ પુલ પરની બંને સાઈડ ખુલ્લી છે. જો કોઈ બાળક ભૂલથી પણ પડી જાય તો ઇવ ગુમાવી બેસે. જેને લઇ તંત્રની આંખ ક્યારે ખુલશે તેવો લોકોમાં સવાલ ઉદ્ભવી રહ્યો છે.