Sunday, December 22, 2024
HomeGujaratહવે ટાઈલ્સ સહિતનો માલ ડેમેજ નહિ થાય:મોરબીના સિરામિક ઝોનમાં રૂપિયા ૩૭૬ કરોડના...

હવે ટાઈલ્સ સહિતનો માલ ડેમેજ નહિ થાય:મોરબીના સિરામિક ઝોનમાં રૂપિયા ૩૭૬ કરોડના ખર્ચે આંતરિક રસ્તાઓ બનાવાશે

વિશ્વ કક્ષાના મોરબી સિરામિક ઉદ્યોગને વર્ષોથી પરેશાન કરતી આંતરિક રોડ રસ્તાની સમસ્યાઓના ઉકેલ માટે મોરબી-માળિયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા રજૂઆતો કરવામાં આવતા ગુજરાતનાં મુખ્યમંત્રી દ્વારા સિરામિક ઉદ્યોગના આંતરિક રસ્તાના કરોડો રૂપિયાના કામ ત્રણ ફેઝમાં કરવાની મંજુરી આપી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પ્રથમ ફેઝમાં રૂ.૩૭૬ કરોડના ખર્ચે કુલ ૩૧ રસ્તાના કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જેમાં દરિયાલાલ હોટેલથી અમન એસ્ટેટનો ૨ કિ.મી.નો રોડ, સોરીસો ગ્રેનીટોથી જેટકો લખધીરપુરનો 3 કિ.મી.નો રોડ, સોમનાથ પેટ્રોલપંપથી LGF વિટ્રીફાઈડ સુધીનો ૨ કિ.મી.નો રોડ, અમરધામથી ઇસ્કોન પેપરમિલ સુધીનો ૪.૨ કિમીનો રોડ, બ્રાવીટ ગ્રેનીટોથી બોન્ઝા સિરામિક (માટેલ રોડ) સુધીનો ૧.૩ કિ.મી.નો રોડ, માટેલ રોડથી સરતાનપર રોડ(ઇટકોસ,સોમાણીફાઈન ,ઈટોલી સિરામિક) સુધીનો ૧.૫ કિમીનો રોડ, NH 27 થી એમસર સિરામિક સુધીનો ૧.૮ કિમીનો રોડ, સેન્સો ચોકડીથી બોન્ઝ સિરામિક (સરતાન પર રોડ) સુધીનો 2.1 કિમીનો રોડ, સીયારામ સિરામિકથી વિન્ટેલ સિરામિક સુધીનો ૧.૭ કિમીનો રોડ, એરો સિરામિકથી મેક્સ ગ્રેનાઈટો સુધીનો 525 મીટર રોડ, માટેલ રોડથી રીચ વિટ્રીફાઈડ સુધીનો ૧.૨ કિમીનો રોડ, સમર્પણ ઓટોપેકિંગ કાલિકાનગરથી N-H ૨૭ સુધીનો ૮.૨ કિમીનો રોડ, એડમીન સિરામિકથી નેશનલ હાઈવે સુધીનો ૩.૫ કિમીનો રોડ, કેનાલ રોડથી ઘૂટું રોડ (વાયા મેટ્રો સિરામિક) સુધીનો ૧.૭ કિમીનો રોડ, પ્લાઝમા ગ્રેનેટોથી માટેલ રોડ(વાયા રામેટ પેપરમિલ) સુધીનો ૪.૬૫ કિમીનો રોડ, જેતપર રોડથી ઝારકો સિરામિક સુધીનો ૫.૯ કિમીનો રોડ, તવીરડાથી ભીમગુડા રોડ (કલેઈમન રોડ) સુધીનો 2 કિમીનો રોડ, ફ્રેંચ સિરામિકથી માટેલ અરમાનો સિરામિકથી એડ્રોરેશન સિરામીક સુધીનો ૪.૯ કિમીનો રોડ, માટેલ ગૌશાળાથી જામસર ચોકડી સુધીનો ૧.૬૨ કિમીનો રોડ, સ્લીમ ટાઈલ્સ થી રે સિરામિક (સરતાન પર રોડ) સુધીનો ૧.૮ કિમીનો રોડ, રે સિરામિકથી રાતા વીરડા ગામ સુધીનો ૯૦૦ મીટરનો રોડ, સનહાર્ટ સિરામિકથી માટેલ રોડ સુધીનો ૧.૩ કિમીનો રોડ, માટેલથી સીમ્બોસા સિરામિક સુધીનો ૯૦૦ મીટરનો રોડ, NH૨૭થી વીટા સિરામિક સુધીનો ૯૦૦ મીટરનો રોડ, (વાયા ફ્બુલાસીરામિક જુના જાંબુડિયા) મોરબી-હળવદ રોડથી જુના ઘૂટું રોડ(નેહા સિરામિક ) સુધીનો ૮૦૦ મીટરનો રોડ, કાસા સિરામિક સરતાનપર રોડથી પાનેલી રોડ સુધી ૪.૬ કિમીનો રોડ, લાક્કડધાર રોડ થી માટેલ રોડ સુધીનો ૨.૫ કીમીનો રોડ, (વાયા સનકોર અલાસ્કા માઈક્રોન ,નિશા સિરામિક,ગ્રેસ સિરામિક) ઇટાલિકા માટેલ રોડથી હયાત સીસી રોડ સુધીનો ૨.૨ કિમીનો રોડ, NH-27થી મચ્છુ ૨ ડેમ રોડ સુધીનો (વાયા જોધપર નદી પ્લેટીના વિટ્રીફાઈડ ) ૫.૯ કિમીનો રોડ તથા જામસર ચોકડીથી વીરપુર પાટિયા (શિવપુર –માથક-કડીયાણા) સુધીનો ૨૪.૪ કિમીનો રોડ આ તમામ રોડ સિરામિક ઉધોગના ભારે ટ્રાફિકને ધ્યાને રાખીને આરસીસી રોડ બનવાના છે. જેના પરિણામે મોરબીના સિરામિક ઉદ્યોગને વર્ષોથી પરેશાન કરતી સમસ્યામાંથી મુક્તિ મળવાની શરૂઆત થઇ જવાની છે. બાકીના બે ફેઝના કામ પણ ટૂંક સમયમાં શરુ થશે. આમ કુલ ૯૬ જેટલા રોડના કામ પૂર્ણ થતા જ મોરબીના સિરામિક ઉદ્યોગની આ સમસ્યા ટુંક સમયમાં કાયમ માટે દુર થવાની છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!