કોઈ દસ્તાવેજી કામ થી લાઇન માં ઉભુ રહેવું પડે એ વાત સામાન્ય બની ગઈ છે પરંતુ હળવદ સ્મશાનમાં લાકડાના અભાવે મૃતદેહ ને અંતિમ સંસ્કાર કરવા મૃતદેહ સહિત આવેલ ડાઘુઓ ને અડધો કલાક રાહ જોવાની ફરજ પડી હતી.
જેની વિગત મુજબ હળવદ સ્મશાન લાકડા ન હોવાથી મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે મૃતદેહ સહિત આવેલ ડાઘુઓને અડધો કલાક રાહ જોવી પડી હતી.આ બનાવ ને કારણે હળવદમાં વિકાસ ની વાતો સદંતર ખોટી સાબિત થઈ રહી છે.તેમજ હળવદ નગરપાલિકા તંત્ર ધોર નિંદ્રામાં હોય તેમજ અનેક વખત લાકડા માટે રજુઆત કરવા છતાં સ્મશાનમાં પુરતા લાકડા ઉપલબ્ધ કરાવવામાં આવતા નથી.ત્યારે આજે પણ લાકડાના અભાવે મૃતદેહ ને અંતિમ વિધિ માટે રાહ જોવી પડી હતી અને અંતે આપના હાથ જગન્નાથ ની જેમ મૃતકના પરિજનોએ પોતાની રીતે લાકડાની વ્યવસ્થા કરી ને મૃતદેહ ની અંતિમવિધિ કરવાની ફરજ પડી હતી.