Monday, May 20, 2024
HomeGujaratમોરબી માળિયા હાઇવે પર ટ્રકના આડેધડ પાર્કિંગને કારણે યુવાન મોતને ભેટ્યો

મોરબી માળિયા હાઇવે પર ટ્રકના આડેધડ પાર્કિંગને કારણે યુવાન મોતને ભેટ્યો

મોરબી માળીયા હાઇવે રોડ પર એક ટ્રક ચાલકે પોતાનું ટ્રક કન્ટેનર ભયંકર અકસ્માત સર્જાય તેમ રોડ ઉપર મૂકી દેતા પાછળથી આવતી મોટરસાઈકલ ધડાકાભેર ટ્રક કંન્ટેનર સાથે અથડાતા મોરબી લગ્નની ખરીદી કરવા જય રહેલ યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મૃતકનાં કાકાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયાનાં નવાગામ ખાતે રહેતા અલીમાહમદ રસુલભાઇ જેડાનો ભત્રીજો સાહીલ રહેમાનભાઇ જેડા ગત તા-૧૬/૧૧/૨૦૨૩ ના બપોરના સમયે મોરબી લગ્નની ખરીદી કરવા જતો હોય દરમિયાન મોરબી માળીયા હાઇવે રોડ ક્રિષ્ના આઇ માતા હોટલથી આગળ રોડ વચ્ચે GJ-12-BX-0073 નંબરનાં ટ્રક કંન્ટેનરનાં ચાલકે પોતાનું ટ્રક કંન્ટેનર સરેઆમ જાહેર રોડ ઉપર આવતા જતા ટ્રાફીકને અડચણ રૂપ તેમજ ભયંકર અકસ્માત સર્જાય તેમ ભયજનક રીતે મુકી કોઇ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી નિષ્કાળજી રાખી ટ્રક કંન્ટેનરની આગળ પાછળ યોગ્ય અંતરે કોઇપણ પ્રકારના લાઇટના સિગ્નલો કે ભય સુચક સંકેતો કે કોઇપણ પ્રકારની આડશ નહીં રાખતા ટ્રક કંન્ટેનરની પાછળના ઠાઠાના ભાગે યુવકનું મોટરસાઈકલ અથડાતા વાહન અકસ્માત થતા યુવકને કપાડના ભાગે તથા ડાબા હાથમા તથા પગમા ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!