ગુજરાત હાઇકોર્ટ માં મોરબી ઝુલતા પુલ દુર્ઘટના સંદર્ભે સુઓમોટોની સમયાંતરે નિયમિત સુનવણી ચાલી રહી છે ત્યારે ગત મુદત માં મોરબી નગરપાલિકા ને ઝટકો લાગ્યો હતો ત્યારે આજની મુદત માં ઓરેવા ના સુપ્રીમો ને ઝટકો લાગ્યો છે.
જેમાં ઓરેવા ગ્રુપ તરફથી વકીલે આ સુનવણી માં પક્ષકાર તરીકે જોડાવા અરજી કરી હતી જેના જવાબ માં ગુજરાત હાઇકોર્ટ દ્વારા અરજીનો સ્વીકાર કરી ને આગામી મુદત માં ઓરેવા ના સુપ્રીમો જયસુખ પટેલ ને જવાબ આપવા નોટિસ ઇશ્યુ કરાઈ હતી ત્યારે આજ સુધી નાસ્તા ફરતા જયસુખ પટેલ ને હવે જવાબ આપવો જ પડશે અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોર્ટમાં હાજર પણ થવું પડશે તેમજ કોર્ટ દવારા આગામી ૧૯ જાન્યુઆરી ના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.