Sunday, October 6, 2024
HomeGujaratહવે RTO નું કામ પોલીસ કરશે : વલસાડ જિલ્લા પોલીસ વડા એ...

હવે RTO નું કામ પોલીસ કરશે : વલસાડ જિલ્લા પોલીસ વડા એ કર્યું અનોખા કેમ્પનું આયોજન !! ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવી આપવાનો કેમ્પ કરશે વલસાડ પોલીસ

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આરટીઓનું કામ કરવામાં આવશે આગામી તારીખ 6 અને 7 જુલાઈ ના રોજ વલસાડ જિલ્લાના કપરાડા પોલીસ સ્ટેશન ખાતે ડ્રાઇવિંગ લાઇસન્સ મહા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કપરાડા પોલીસ સ્ટેશન ખાતે ડ્રાઈવિંગ લાયસન્સ મહા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડ્રાઈવિંગ લાયસન્સ કઈ રીતે કઢાવવું ?, ડ્રાઈવિંગ લાયસન્સ નું ફોર્મ કેવી રીતે ભરવું ?, ડ્રાઈવિંગ લાયસન્સ નું ફોર્મ ભરવા કઈ વેબસાઈટ પર જવું વગેરે માહિતી આપવામાં આવશે. જે ડ્રાઈવિંગ લાયસન્સ ના ફોર્મ માટે આધાર કાર્ડ / ચુંટણી કાર્ડ, શાળા છોડ્યાનું પ્રમાણ પત્ર/ જન્મ તારીખનો દાખલો, પાસપોર્ટ સાઈઝનો એક ફોટો સાથે રાખી કપરાડા પોલીસ સ્ટેશન ખાતે ડ્રાઇવિંગ લાયસન્સ મહા કેમ્પમાં સવારે ૧૧:૦૦ થી ૦૫:૦૦ વાગ્યા સુધી ઉપસ્થિત રહેવા જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!