વાંકાનેર સીટી પોલીસ દ્વારા ટ્રાફીક નિયમોની જાગૃતતા તથા સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા લાવવા ખાસ કાર્યક્રમનું આયોજન અક્રવામાં આવ્યું હતું.
જેમાં વિધાર્થીઓને ટ્રાફીક નિયમોની જાગૃતતા તથા સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા આવે તથા પોક્સો એકટ મુજબ માહિતી આપી માહીતગાર કરી બાળકોને સાથે રાખી “હવે તો સમજો ! નાના ભુલકા તમને સમજાવે છે.” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામા ટ્રાફીક નિયમોની જાગૃતતા તથા સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા તથા પોક્સો એકટ મુજબના કાર્યક્રમો કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને વાંકાનેર સીટી પોલીસ દ્વારા આજરોજ નવા વઘાસીયા ગામની સરકારી પ્રાથમિક શાળાના વિધાર્થીઓને ટ્રાફીક નિયમોની જાગૃતતા તથા સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા આવે તથા પોક્સો એકટ મુજબ માહિતી આપી માહીતગાર કરી બાળકોને સાથે રાખી વઘાસીયા ટોલનાકા પાસે નેશનલ હાઇવે ઉપર અવર-જવર કરતા વાહન ચાલકોમા ટ્રાફીક નિયમો અંગે જાગૃતતા આવે તે સમજાવવા માટે “બાળકો સમજાવે હવે તો સમજો” નો અભિગમ અપનાવી હેલ્મેટ પહેરવા માટે તથા સીટ બેલ્ટ બાંધવા માટે સમજાવી નાના બાળકો દ્વારા ગુલાબના ફુલ આપી ટ્રાફીક નિયમનું પાલન કરવા માટે સમજાવવામા આવ્યા હતા.
જન જાગૃતીનો ક્રાયક્રમ કરવામા વધાસીયા ટોલ-પ્લાઝાના મેનેજર તથા વધાસીયા પ્રાથમીક શાળાના શિક્ષકોનો સંપુર્ણ સહકાર આપવામાં આવ્યો છે.