મોરબી જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોના બ્લાસ્ટ થયો છે. ગઈકાલે 17 કેસ કેસ નોંધાયા બાદ આજે નવા 27 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. ત્યારે મોરબીમાં એક સપ્તાહમાં કોરોના કેસના આંકડાએ સદી વટાવી છે અને હાલ ૧૨૦ એક્ટિવ કેસ નોંધાયા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે 1035 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 27 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં મોરબી તાલુકામાં 23 જયારે માળીયા તાલુકામાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, હવે કોરોના શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં વધુ વકરી રહ્યો છે. જેમાં મોરબી તાલુકાના 23 પૈકી 20 તો માત્ર ગ્રામ્ય વિસ્તારમાં જ નોંધાયા હતા. જયારે માળીયાના બંને કેસ ગ્રામ્ય વિસ્તારમાં જ નોંધાયા છે. જે 27 કેસ મળી મોરબી જિલ્લામાં 120 એક્ટિવ કેસ નોંધાયા છે. જયારે આજે ટંકારાનો એક દર્દી સાજો થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે.