ગુજરાતભરનાં બધા સરપંચોને છેલ્લા પાંચ વર્ષથી તમામ રીતે મદદરૂપ સાથે માહિતગાર કરતા રજીસ્ટર સંગઠન રાષ્ટ્રીય સરપંચ સંઘ કાર્ય કરે છે. જેના પશ્ચિમ ગુજરાત ઝોનમાં સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છનો સમાવેશ થાય છે. ત્યારે આજરોજ મોરબી જિલ્લા પંચાયત કચેરીની ગુજરાત સરપંચ પરિષદના હોદ્દેદારોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આજરોજ મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે ગુજરાત સરપંચ પરિષદના હોદ્દેદારો મુકેશભાઈ સખીયા, મુકેશભાઈ શાહ તેમજ સરપંચ પરિષદના જોન મહામંત્રી સાગરભાઈ ફૂલતરિયા તેમજ જિલ્લા પ્રમુખ અનિરુદ્ધ સિંહ જાડેજા તેમજ તાલુકા પ્રમુખ અને સરપંચો સહિતના આગેવાનોએ સાથે મળી મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ તેમજ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જેમાં મોરબી જિલ્લાને સરકાર સાથે સંકલન કરી વધુને વધુ સુવિધા યુક્ત કઈ રીતે બનાવીએ એવા સંકલ્પ સાથે શુભેચ્છા મુલાકાત કરાઈ હતી.