સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા CPR ટ્રેનિંગ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી પોલીસ દ્વારા પણ કાર્યક્રમ યોજીને અંગ દાન નો સંકલ્પ લીધો હતો.અને આ CPR તાલીન થકી મોરબી જિલ્લાના નાગરિકોને મોરબી પોલીસ પ્રાથમિક સારવાર પૂરી પાડી શકશે.
ગુજરાત સરકાર તથા DGP વિકાસ સહાયની સુચના અને માર્ગદર્શન મુજબ ગુજરાત પોલીસના તમામ અધિકારી/ કર્મચારીઓને “કોલ્સ અવેરનેશ પ્રોગ્રામ (CPR TRAINING PROGRAM) અનુસંધાને આજે રાજયમાં ૩૭ મેડીકલ કોલેજો તથા અન્ય ૧૪ સ્થળ પર ૨૪૦૦થી વધુ ડોકટરો અને તબીબી વ્યવસાયિકો દ્વારા પોલીસ વિભાગને સૈધ્ધાંતિક અને પ્રેકટીકલ તાલીમ આપવામાં આવી હતી.
જે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઇમરજન્સીના સમયમાં કોઇ વ્યક્તિનો જીવ બચાવી શકાય તે હેતુથી મોરબી જિલ્લા પોલીસને CPR ની તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ સંદર્ભે “અંગદાન એ મહાદાન” ના સુત્રને સાર્થક કરવાના હેતુસર આજે સવારે કુલ ૦૫ બેંચમાં ૯૫૦ વધુ પોલીસ અધિકારી અને કર્મચારીઓ અને કલેરીકલ સ્ટાફ ની તાલીમ શિબિર GMERS મેડીકલ કોલેજ, મોરબી ખાતે યોજાઈ હતી.તેમજ આ દરમિયાન મોરબી જિલ્લા પોલીસના જવાનોએ અંગદાન નો સંકલ્પ પણ લીધો હતો.