મોરબી શહેરીજનોના પ્રશ્નોના નિરાકરણ આવે તે માટે મોરબી નગર પાલિકા દ્વારા શહેરીજનોને લગતી ફરિયાદો અને પ્રશ્નોના નિરાકરણ માટે નગર પાલિકા કચેરી ખાતે આગામી માસથી દર અઠવાડિયે એકવાર કલેકટર, ધારાસભ્ય અને વહીવટદાર મળશે તેમજ અઠવાડીયે બે વાર ચીફ ઓફિસર મળશે. જેઓ પ્રજાના પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવવા પ્રયાસો કરશે તેવો નિર્ણય મોરબી નગર પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે.
મોરબી નગરપાલિકા દ્વારા મોરબી શહેરના લોકોને ઉદભવી રહેલા પ્રશ્નોના નિરાકરણ માટે એક નિર્ણય કરવામાં આવ્યું છે અને મોરબી નગરપાલિકાને લગતી ફરિયાદો પ્રશ્નો સાંભળવા માટે જાહેર સુકા કરીને હેતુથી અને પ્રશ્નોના નિકાલ માટે નગરપાલિકા કચેરી ખાતે આગામી માસમાં દર મંગળવારે સવારે 10:30 થી 12:30 વાગ્યા સુધી ચીફ ઓફિસર તથા કલેકટર ઉપસ્થિત રહેશે, દર બુધવારે સવારે 10:30 થી 12: 30 વાગ્યા સુધી વહીવટદાર ઉપસ્થિત રહેશે, દર શુક્રવારે બપોરે 40:00 થી 06:00 વાગ્યા સુધી ચીફ ઓફિસર તેમજ ધારાસભ્ય ઉપસ્થિત રહેશે અને દર મહિનાના પ્રથમ અને ત્રીજા શનિવારે બપોરે 04:00 થી 06:00 વાગ્યા સુધી ચીફ ઓફિસર ઉપસ્થિત રહેશે જેઓ મોરબીની જનતામાં પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે પ્રયત્ન કરશે તેમ મોરબી નગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.