મોરબી જિલ્લામાં તા.૧૩/૦૧/૨૦૨૫ ના જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી દ્વારા મોરબી જિલ્લાના વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓના ૨૦ ગામોની આકસ્મિક તપાસણી કરવા માટે ૨૦ અધિકારીઓને સુચના આપાઈ હતી. જે તપાસ દરમિયાન ૬ જેટલા કર્મચારીઓ ફરજ ઉપર હાજર મળતા જિલ્લા કલેક્ટર દ્વારા શિક્ષાત્મક પગલા ભરવા સુચના અપાઈ હતી.
મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા મોરબી જિલ્લાના ટંકારા વાધગઢ, હરબટીયાળી, ખાખરા, વાંકાનેર અદેપર, સરતાનપર, ચાંચડીયા, ખીજડીયા, પ્રતાપગઢ, મોરબી ગ્રામ્ય, માનસર, જીવાપર (ચ), કેરાળા, સોખડા, હળવદ કિડી, ઘનશ્યામપુર માળીયા(મી.), દેરાળા, મોટાભેલા સહિતના ગામમાં વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓના આકસ્મિક તપાસણી કરવા માટે ૨૦ અધિકારીઓને સુચના આપી હતી.
જેમાં મોરબી જિલ્લાના સમાવિષ્ટ તાલુકાના ૧૬ ગામોમાં વર્ગ-૧ અને વર્ગ-૨ ના ૧૬ અધિકારીઓ દ્વારા આકસ્મિક તપાસણી સમયે ગામની આંગણવાડી, પ્રાથમિક/ માધ્યમિક શાળા, ગ્રામ પંચાયત કચેરી, પશુ દવાખાના, પી.એચ.સી./ સી.એચ.સી./ સબ સેન્ટર, મઘ્યાહન ભોજન કેન્દ્ર, વ્યાજબી ભાવની દુકાન, બેન્કની મુલાકાત લેવામાં આવી હતી.
જેમાં ૬ જેટલા કર્મચારીઓ ફરજ ઉપર હાજર મળેલ ન હતા. આ ઉપરાંત ગામોમાં તપાસણી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ તપાસ મુજબ મોરબી જિલ્લા કલેકટરના માર્ગદર્શન અનુસાર ગેરહાજર સ્ટાફ વિરુદ્ધ સંબંધિત ખાતાના વડાઓ પાસે તેઓની તાબાની કચેરીના અધિકારી/કર્મચારીને અનઅધિકૃત ગેરહાજરી (નિયત સમય કરતા મોડા આવેલા હોય તેમ) બદલ શિક્ષાત્મક પગલા ભરવા સુચના આપી હતી. આ સિવાય ૧૬ ગામોની મુલાકાત દરમ્યાન કુલ ૫૬ પ્રશ્નોનો સમવેશ કરવામાં આવ્યો છે. જે અન્વયે સંબંધિત ખાતાને સુચના આપી છે. ભુતકાળમાં થયેલ મુલાકાતો અન્વયે ૪૦૭ પ્રશ્નો મળેલ હતા.
જેના ૧૮૯ પ્રશ્નો કામો પુર્ણ કરવામાં આવ્યા છે. બાકીના ૨૧૮ પ્રશ્નોના નિરાકરણની કાર્યવાહી હાલમાં શરુ છે. આ સાથે તમામ સંબંધિત અધિકારીઓ/ કર્મચારીઓને પ્રજાના કામ સુનિયત સમયે પુર્ણ કરવા અને સમયસર હાજર રહીને પ્રજાલક્ષી કામગીરી ખંતપુર્વક કરવા સુચના આપવામાં આવી હતી. તેમ કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું છે.