કચ્છ કન્યા બેથી ૨૫ જીવ સાથે ગાડી ભરી કચ્છ હાઇવેથી માળીયા તરફ આવતી હોવાની બાતમી તા. ૨૧/૦૩/૨૪ ના રોજ રાત્રે મળતા મોરબી હિન્દુ યુવા વાહિની અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીનાં ભાઈઓ દ્વારા માળીયા વોચ રાખી ગાડી આવતા રોકી ચેક કરતા ૨૫ જીવ કુરતા પૂર્વક બાધ્યાનું સામે આવતા માળીયા પોલીસ મથક ખાતે ગુન્હો દાખલ કરાવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, કચ્છ કન્યા બેથી ૨૫ જીવ સાથે ગાડી ભરી કચ્છ હાઇવેથી માળીયા તરફ આવતી હોવાની બાતમી મળતા મોરબી હિન્દુ યુવા વાહિની અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી દ્વારા માળીયા વોચ ગોઠવી ૨૫ જીવ ભરેલ અશોક લેલન ગાડી નં. GJ-૧૦-TX-૮૭૮૧ ગાડી આવતા તેની અટકાવવાની કોશિશ કરતા તે ગૌ રક્ષકોની ગાડીને ટક્કર મારી ભાગી જવાની કોશિશ કરતા પોલીસની મદદથી ગાડી પકડી પાડવામાં આવી હતી. જો કે ચાલક ભાગી જવામાં સફળ રહ્યો હતો. જે ગાડીમાં ક્રૂરતા પૂર્વક ૨૫ જીવને બાંધવામાં આવ્યા હતા. જેમને કચ્છ કન્યા બેથી વાડામાંથી ભરી કતલખાને લઈ જવામાં આવતા હતા. જેને પોલીસ અને ગૌરક્ષકનાં સહયોગથી બચાવી લેવામાં આવ્યા હતા. જેમાં કમલેશભાઈ બોરીચા મોરબી હિન્દુ યુવા વાહિની મોરબી જિલ્લા પ્રમુખ અખિલ વિશ્વ ગૌશાવધન પરિષદ દિલ્હી, ચેતનભાઇ પાટડીયા મોરબી શહેર પ્રમુખ હિન્દુ યુવા વાહીની,
યશભાઈ વાઘેલા, હિતરાજ સિંહ પરમાર, સંજયભાઈ ભરવાડ, મિતભાઈ, જયરાજસિંહ ઝાલા, જયરાજભાઇ ગોહિલ,હરેશભાઇ ચૌહાણ,હિરેનભાઈ વ્યાસ, રઘુભાઈ ભરવાડ, વિપુલભાઈ, ધનરાજસિંહ પરમાર, રણછોડભાઈ બાવળા, ગજેન્દ્રભાઈ બાબરા અને ભાવિનભાઈ રાજકોટ તેમજ મોરબી, લીંમડી અને ચોટીલાના ગૌ રક્ષકોએ કામગીરી કરી હતી.