હળવદનાં સાપકડા ગામે ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક શખ્સને પગમાં ગોળી વાગતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, હળવદના સાપકડા ગામે પ્રભુભાઈ મગનભાઈ ચાવડા નામના શખ્સ પર એક ઈસમ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં જમીન બાબતે ઈજાગ્રસ્ત અને ઈસમ વચ્ચે અગાઉ માથાકૂટ થયેલ હોય જે બનાવનો ખાર રાખી એક ઈસમ દ્વારા પ્રભુભાઈ ચાવડા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે બનાવમાં પ્રભુભાઈને પગમાં ગોળી વાગતાં ઈજાગ્રસ્ત થયા હતા. જેને લઇ તેઓને હળવદ સરકારી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, તેમજ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની તપાસ શરૂ કરી હતી.