જરા, જમીન અને જોરૂ ત્રણેય કજ્યાનાં છોરું કહેવત સાર્થક કરતી ઘટના હળવદમાંથી સામે આવી છે. જેમાં જમીન વિવાદમાં ત્રણ ઈસમોએ વૃધ્ધ પર ફાયરિંગ કર્યું હતું. જે બનાવમાં વૃધ્ધ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર મામલે હળવદ પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, હળવદનાં સાપકડા ગામે રહેતા પ્રભુભાઈ મગનભાઈ ચાવડા નામના વૃધ્ધ તથા હરેશભાઈ દલુભાઈ ચાવડા, ભાવેશભાઈ હરેશભાઈ ચાવડા તથા પ્રકાશભાઈ હરેશભાઈ ચાવડાને તેમની ભાયુ ભાગે આવેલ જમીન બાબતે અગાઉ જમીન તકરાર બાબતે સામસામી ફરીયાદો કરેલ હોય જેનો ખાર રાખી ત્રણેય આરોપીઓ અચાનક આવી ફરિયાદીને જાનથી મારી નાખવાના ઈરાદે હરેશભાઈ પોતાના હાથમા રહેલ બંદુકમાંથી ભડાકો કરી ફરિયાદીને ડાબા પગના ઢીંચણની નીચે ઈજા કરી ભાવેશે પોતાના હાથમા રહેલ બંદુકમાંથી ભડાકો કરતા ફરિયાદીને ડાબા પગે ઢીંચણથી ઉપરના ભાગે તથા પેટના ભાગે ઈજા કરી તેમજ પ્રકાશે તેના હાથમા પાઈપ લઈ ફરીને મારવા દોડતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.