ગુજરાતમાં દારુબંધી હોવા છતાં ખુલ્લેઆમ કેમિકલ યુક્ત દારુ વેચાય છે. જેને પકડી પાડવા પોલીસ દ્વારા પણ એક બાદ એક રેઇડ કરી કડક કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે ગઈકાલે હળવદ પોલીસે સુંદરગઢ ગામે બ્રાહ્મણી નદીના તટના કાંઠે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, જુના સુંદરગઢ ગામે બ્રાહ્મણી નદીના તટના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. જે હકીકતનાં આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી દેશીદારૂ બનાવવાનો ઠંડો ૪૦૦ લીટર આથો જેની કિંમત રૂ.૮૦૦/- તથા દેશીદારૂ ૬૦ લીટર જેની કિંમત રૂ. ૧૨૦૦/- એમ કુલ રૂ.૨,૦૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો હતો. જયારે આરોપી લાલાભાઇ રઘુભાઇ ચરમારી (રહે. નવા સુંદરગઢ ગામ તા.હળવદ) સ્થળ પર હાજર મળી ન આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.