હળવદનાં ટીકર નાકે આવેલ પટેલ ટીમબર માટૅ પાસે એક ચોરીની ઘટના સામે આવી છે. જેમાં એક ભેજાબાજ ગાંઠિયાએ ખેડૂતની નજર ચુકવી ઈકો ગાડીમાં રહેલ ત્રણ લાખ ભરેલ થેલાની ચોરી કરી હતી. ત્યારે બનાવની જાણ થતા જ હળવદ તેમજ એલ.સી.બી. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
મળતી માહિતી અનુસાર, મિયાણી ગામના ખેડુત પાકધીરાણ ઉપાડી હળવદ ટીકર નાકે આવેલ પટેલ ટીમબર માટૅ પાસે લાટીમા લાકડાની ખરીદી કરવા આવ્યા હતા. ત્યારે તેણે પોતાની પાસે રહેલ ત્રણ લાખ રુપિયા ભરેલ થેલો પોતાની ઇકો ગાડીમાં રાખેલ હતો. ત્યારે કોઈ અજાણ્યા ગઠીયાએ શંકાસ્પદ રીતે ખેડૂતની ઈકો ગાડીમાં રહેલ ત્રણ લાખ રૂપિયા ભરેલ થેલાની ચોરી કરી હતી. ત્યારે ખેડૂતે પરત આવી જોતા પોતાનો થેલો ગાડીમાં જોવા મળેલ ન હોય જેથી તેણે સમગ્ર મામલે 100 નંબર પર ફોન કરી બનાવ અંગે જાણ કરી હતી. ત્યારે બનાવ અંગેની જાણ થતા જ હળવદ પોલીસ તેમજ એલ.સી.બી. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.