૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા થશે. ૧૬ જાન્યુઆરીથી ધાર્મિક વિધિઓ શરૂ કરવામાં આવી છે. આજે તેનો બીજો દિવસ છે. ત્યારે આજરોજ વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા રામ જન્મભૂમિ અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અનુસંધાને મોરબી જિલ્લામાં નોનવેજ ઉપર પ્રતિબંધ મૂકવા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
આજ રોજ હિન્દૂ સંગઠનો હિન્દૂ યુવા વાહિની, જાય મહાકાલ સતવારા મિત્ર મંડળ મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને અલગ-અલગ ત્રણ આવેદનો પાઠવવામાં આવ્યા હતા. જેમાં તેમાં દ્વારા મોરબી જિલ્લામાં નોનવેજ ઉપર પ્રતિબંધ મૂકવા માનગ કરવામાં આવી હતી. આવેદનમાં હીણુંદ સંગઠનો દ્વારા જણાવાયું હતું કે, ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ સોમવારના રોજ બપોરે ૧૨:૨૦ કલાકે અયોધ્યામાં રામ મંદિર પાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમસ્ત સનાતની હિન્દુ સમાજનો એક ધાર્મિક તહેવાર સંપૂર્ણ ભારત વર્ષમાં ઉજવવામાં આવવાનો છે. જેમાં ૫૦૦ વર્ષના સંઘર્ષ પછી આ શ્રીરામ મંદિર તૈયાર થઇ રહ્યું છે. “અત્યાર સુધીમાં નાનામોટા ૭૭ યુદ્ધ રામ મંદિર હેતુ થઇ ચૂકયા છે. આશરે ૪ લાખ સેવકોએ મંદિર હેતુ પોતાના પ્રાણની આહુતિ આપી છે. હિંન્દુ સમાજની આસ્થા અને ગર્વ દિવસ સમાન ભારત વર્ષમાં હરેક મંદિરમાં હરેક ઘરે હરેક સોસાયટીમાં આરતી પૂજા અને ભગવામય વાતાવરણ અને રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રીરામ બિરાજમાન થઈ રહ્યા હોય ત્યારે હિંન્દુ સમાજની લાગણી અને માંગણીને માન આપીને ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ સોમવારના રોજ સંપૂર્ણ રીતે મોરબીમાં નોનવેજના વેચાણ અથવા જાહેર કટીંગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તેવું એક જાહેરનામું પ્રસિદ્ધ કરવા જિલ્લા કલેક્ટરને માંગ કરવામાં આવી છે.