મોરબી જિલ્લા પોલીસ દ્વારા જાહેર જનતા જોગ સૂચના પાઠવવામાં આવી છે. આગામી ૨૨ જાન્યુઆરીના દિવસે ભગવાન શ્રી જન્મભૂમિ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય જેને લઇને કોઈપણ સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવી ઉશ્કેરણીજનક પોસ્ટ કે વિડીયો કે અફવા સોશિયલ મીડિયા પર મૂકવા કે ફોરવર્ડ નહિ કરવા જિલ્લા પોલીસે સૂચના આપી છે. તેમજ કોઈ આવી પ્રવૃત્તિ કરતા નજરે પડશે તો તેના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મોરબી જિલ્લા પોલીસ જાહેર જનતા જોગ સૂચના જાહેર કરી છે. આગામી ૨૨ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે. ત્યારે કોઈપણ સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવી ઉશ્કેરીજનક પોસ્ટ,વિડીયો કે અફવા સોશિયલ મીડિયામાં મૂકવા કે ફોરવર્ડ નહિ કરવા સુચના આપી છે. જે બાબતે ફેસબુક,ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર, વ્હોટસઅપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોલીસની અગલ અલગ ટીમો બનાવી આવી પ્રવૃત્તિ કરતા ઇસમો પર સતત નજર રાખવામાં આવશે. તેમજ કોઈ વ્યક્તિ ગેર કાયદેસર પ્રવૃત્તિ કરતા કે પ્રોત્સાહન આપતા જણાશે તો તેની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહિ કરવામાં આવશે તેવી સૂચના મોરબી જિલ્લા પોલીસે જાહેર કરી છે.