Friday, June 20, 2025
HomeGujarat૨૧ જૂને સમગ્ર મોરબી જિલ્લો બનશે યોગમય: ગ્રામ્ય,તાલુકા,નગર પાલિકા તેમજ મહાનગરપાલિકા ખાતે...

૨૧ જૂને સમગ્ર મોરબી જિલ્લો બનશે યોગમય: ગ્રામ્ય,તાલુકા,નગર પાલિકા તેમજ મહાનગરપાલિકા ખાતે થશે ભવ્ય ઉજવણી 

મોરબી જિલ્લા, મહાનગરપાલિકા, તાલુકા અને નગરપાલિકા કક્ષાએ કાર્યક્રમો યોજવામા આવશે. જે આંતરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા, નગર પાલિકા તેમજ મહાનગર પાલિકા ખાતે ઉજવણીમાં સહભાગી થવા સર્વે જિલ્લાવાસીઓને જિલ્લા કલેક્ટર કિરણ ઝવેરી દ્વારા વિનંતી કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

 

મોરબી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ રીતે ઉજવણી કરવા માટે જિલ્લા કલેક્ટર કિરણ બી. ઝવેરીની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. જે પત્રકાર પરિષદ અંતર્ગત સર્વે જિલ્લાવાસીઓને ૨૧ જૂનના રોજ વહેલી સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ દરમિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોગની દૈનિક જીવનનો ભાગ બનાવવા કલેક્ટરે અનુરોધ કર્યો છે. સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉર્જા અને ઉત્સાહ સાથે કરવામાં આવશે. મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જેમાં અંદાજિત ૨૫૦૦ જેટલા લોકો સહભાગી બનશે. મોરબી મહાનગરપાલિકાનો કાર્યક્રમ મણીમંદિર ખાતે યોજાશે જેમાં પણ અંદાજિત ૧૦૦૦ જેટલા લોકો જોડાશે. તાલુકા તેમજ નગરપાલિકા કક્ષાના કાર્યક્રમો ટંકારા કક્ષાનો કાર્યક્રમ એમ.પી. દોશી હાઇસ્કુલ ખાતે, માળીયા (મી) તાલુકા/નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ માળિયા તાલુકા પંચાયત કચેરી ખાતે, હળવદ તાલુકા/નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ મહર્ષિ ગુરુકુળ ખાતે અને વાંકાનેર તાલુકા/નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ નગરપાલિકા મેદાન ખાતે યોજવામાં આવશે. જે કાર્યક્રમમાં પ્રત્યેક કાર્યક્રમ દીઠ ૧૦૦૦ થી લઇને ૪૦૦૦ હજાર લોકો સહભાગી બનશે. તે ઉપરાંત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મળી ૭૫૩ શાળાઓ, જિલ્લાની વિવિધ કોલેજ, ૩ સીએચસી, ૩૦ પીએચસી, ૩૫૦ ગ્રામ પંચાયત ઉપરાંત સરકારી બગીચાઓ, પોલીસ સ્ટેશન અને જેલ ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જે કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સર્વે જિલ્લાવાસીઓને કલેક્ટર કિરણ બી. ઝવેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!