મોરબીમાં નજીવી બાબતે માથાકુટ થયાનો બનાવ સામે આવ્યો છે જેમાં લખધીર પુર રોડ પર રિક્ષા ધીમે ચલાવવું કહેતા કાર ચાલક પર ત્રણ ઈસમોએ હુમલો કરી છરી હુલાવી દીધી હતી.
ફરીયાદી જયદીપ ભાઈ રાછડિયા પોતાની કાર લઈને લખધીર પુર રોડ પરથી પસાર થયા હતા તે દરમિયાન એક રિક્ષા ચાલકે સ્પીડમાં રિક્ષા ચલાવી ને ટ્રક ને ઓવર ટેક કરી ને ફરિયાદીની કાર આગળ રિક્ષા ઉભી રાખી દેતા ફરીયાદીએ રિક્ષા ચાલક ને રિક્ષા ધીમે ચલાવનું કહેતા રિક્ષા ચાલક રવી નીતિનભાઈ સોલંકી એ ઉશ્કેરાઈ જઈને ગાળો આપી હતી જેથી ફરીયાદીએ ગાળો બોલવાની ના કહેતા અન્ય બે અજાણ્યા ઈસમોએ ફરિયાદી સાથે જપા જપી કરી હતી અને ત્યાર બાદ રિક્ષા ચાલક આરોપી રવી એ ફરિયાદીને છરી વડે પેટના ભાગે ઘા મારી દેતા ફરિયાદીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.