૨૦૨૪ના નવા વર્ષને આવકારવા માટે રાજકોટ રેન્જમાં મોડી રાત સુધી ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે મોટો પોલીસ કાફલો વિવિધ સ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો. જેઓ ગઈકાલે રાત્રીના સમયે પીધેલના ૮૩ કેસ, દારૂના કબ્જાના ૬૯ કેસ તથા ડ્રન્ક એન્ડ ડ્રાઇવના ૫૭ કેસ મળી કુલ ૨૦૯ પ્રોહીબીશનના ગુન્હાઓ શોધી કાઢ્યા હતા.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જના ૫ જીલ્લાઓ ખાતે તા.૩૧/૧૨/૨૦૨૩ ના રાત્રીના નવા વર્ષની ઉજવણી નિમીતે લોકો દ્વારા રાત્રીના મોડે સુધી હોટેલો, ફાર્મ હાઉસ, કલબો, પ્રાઇવેટ પાર્ટી પ્લોટ વિગેરે જાહેર સ્થળોએ ડાંસ તથા ડિનર પાર્ટીના કાર્યક્રમો આયોજન કરવામાં આવતુ હોય છે. જે બાબતોને ધ્યાને રાખી રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષકની સુચના અનુસાર ગઇ તા.૩૧/૧૨/૨૦૨૩ ના રી રાત્રીના ૦૮ થી તા.૦૧/૦૧/૨૦૨૪ ના સવારના ૦૮ વાગ્યા સુધી રાજકોટ રેન્જના તમામ જીલ્લાઓ ખાતે એક ખાસ પ્રોહીબીશન ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ હતુ જે પ્રોહીબીશન ડ્રાઇવ દરમ્યાન દ્વારકા જીલ્લામાં પીધેલના ૧૬ કેસ, દેશી દારૂના કબ્જાના ૭ કેસ, ઇગ્લીસ દારૂના ૩ કેસ, ડ્રન્ક એન્ડ ડ્રાઇવના ૫ કેસ મળી કુલ ૩૧ ગન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે. જયારે જામનગર જીલ્લામાં પીધેલના ૨૩ કેસ, દેશી દારૂના કબ્જાના ૧૬ કેસ, ઇગ્લીસ દારૂના ૪ કેસ, ડ્રન્ક એન્ડ ડ્રાઇવના ૧૫ કેસ કુલ મળી ૫૮ ગન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે. તેમજ મોરબી જીલ્લામાં પીધેલના ૧૨ કેસ, દેશી દારૂના કબ્જાના ૫ કેસ, ઇગ્લીસ દારૂના ૭ કેસ, ડ્રન્ક એન્ડ ડ્રાઇવના ૭ કેસ મળી કુલ ૩૧ ગન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે. જયારે રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં પીધેલના ૧૯ કેસ, દેશી દારૂના કબ્જાના ૧૪ કેસ, ઇગ્લીસ દારૂના ૨ કેસ, ડ્રન્ક એન્ડ ડ્રાઇવના ૨૪ કેસ મળી કુલ ૫૯ ગન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પીધેલના ૧૩ કેસ, દેશી દારૂના કબ્જાના ૯ કેસ, ઇગ્લીસ દારૂના ૨ કેસ, ડ્રન્ક એન્ડ ડ્રાઇવના ૬ કેસ મળી કુલ ૩૦ ગન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે. એમ રાજકોટ રેન્જ વિસ્તામાં કુલ ૨૦૯ પ્રોહીબીશનના ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે.