મળતી માહિતી અનુસાર રવાપર રોડ શ્રધ્ધા એપાર્ટમેન્ટમાં રહેતા પૂનમબેન રાજભાઈ દેત્રોજા તથા હેતલબેન એકટીવા રજી. જીજે-36-એડી-7080 લઈને જતા હોય ત્યારે રવાપર રોડ ઉપર આવેલ કેબી બેકરી નજીક પહોંચતા અન્ય એક એકટીવા રજી.જીજે-36-એકે-8027ના ચાલકે પોતાનું એકટીવા પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવી બંને મહિલાને એકટીવા સહીત હડફેટે લઇ એકટીવા ચાલક પોતાનું એકટીવા લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો. ત્યારે આ અકસ્માતના બનાવમાં એકટીવા ચાલક મહિલાને પગમાં ફ્રેકચર જેવી ઇજા થતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અકસ્માત કરીને નાસી ગયેલા એકટીવા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.