Sunday, November 24, 2024
HomeGujaratટંકારા-રાજકોટ હાઇવે ઉપર ટ્રકે અચાનક બ્રેક મારતા સરકારી એમ્બ્યુલન્સ અથડાઇ,ચાલક ઇજાગ્રસ્ત

ટંકારા-રાજકોટ હાઇવે ઉપર ટ્રકે અચાનક બ્રેક મારતા સરકારી એમ્બ્યુલન્સ અથડાઇ,ચાલક ઇજાગ્રસ્ત

ટંકારા-રાજકોટ હાઇવે રોડ ઉપર સરકારી એમ્બ્યુલન્સની સાઈડ કાપી આગળ જઈ રહેલ ટ્રકે રોડ ઉપર કોઈ પણ જાતના નિર્દેશ આપ્યા વગર અચાનક બ્રેક મારતા એમ્બ્યુલન્સ ટ્રકના ઠાઠામાં અથડાઈ હતી. જે અકસ્માતમાં સરકારી એમ્બ્યુલન્સના ચાલકને સ્ટેયરિંગ પેટના ભાગમાં લાગતા આંતરિક ઇજા પહોંચી હતી.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના મકરાણીવાસ સિલ્વર પાર્કમાં રહેતા શરીફભાઇ ઉષ્માનભાઇ સોલંકી ઉવ.૩૪ ગત તા.૨૨/૦૭ના રોજ સવારના સાડા પાંચ વાગ્યાના અરસામાં સરકારી એમ્બ્યુલન્સ રજી.નં. જીજે-૧૮-જી-૮૬૯૭ લઈને જતા હોય ત્યારે ટંકારા રાજકોટ હાઇવે રોડ આર્યવિધાલય સામે જબલપુર તરફ જવાના રસ્તા પાસે રોડ ઉપર ટ્રક રજી.નં. જીજે-૧૧-ટીટી-૯૭૮૬ પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી એમ્બ્યુલન્સનો ઓવરટેક કરી આગળ રોડ ઉપર કોઈ પણ જાતના નિર્દેશ આપ્યા વગર ઓચિતી બ્રેક મારી દેતા એમ્બ્યુલન્સના ચાલક દ્વારા બ્રેક મારવા છતા એમ્બ્યુલન્સ ટ્રક પાછળ જોરદાર અથડાઈ જઈ અકસ્માત થયો હતો. જેમાં એમ્બ્યુલન્સનું સ્ટેરીંગ શરીફભાઈને પેટના ભાગે વાગતા પેટના અંદરના ભાગે આંતરિક ઇજા પહોંચી હતી ત્યારે શરીફભાઈ દ્વારા ટ્રક રજી. જીજે-૧૧-ટીટી-૯૭૮૬ના ચાલક સામે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!