સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે વધુમાં વધુ બેઠકો કબ્જે કરવા દરેક પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકો ને કામે લગાડી દીધા છે.
જેમાં મોરબી જિલ્લાની ત્રણ બેઠકો પર કેસરિયો લ્હેરાવવા માટે ભાજપ દવારા ત્રણ મુખ્યમંત્રી ને મોરબી માં સભા કરવાની સૂચના આપી છે જેમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ઉત્તરપ્રદેશ ના સીએમ યોગી આદિત્યનાથ અને મધ્યપ્રદેશના સીએમ શિવરજસિંહ સભાઓ ગજવશે જેમાં યોગી આદિત્યનાથ વાંકાનેર કુવાડવા બેઠક પર સભાઓ ગજવશે અને ટંકારા પડધરી બેઠક માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મોરબી માળીયા બેઠક માટે શિવરાજસિંહ જનસભાઓ યોજશે.