Wednesday, December 4, 2024
HomeGujaratવિજ્યાદશમીમાં પાવન દિવસે વિરાટનગર બુટભવાની મંદિર ખાતે પંચકુંડી યજ્ઞ અને તેજસ્વી તારલાઓનું...

વિજ્યાદશમીમાં પાવન દિવસે વિરાટનગર બુટભવાની મંદિર ખાતે પંચકુંડી યજ્ઞ અને તેજસ્વી તારલાઓનું સન્માન કરાયુ

મોરબીના વિરાટનગર(રં)માં વડસોલા પરિવાર દ્વારા પંચકુંડી યજ્ઞ અને તેજસ્વી તારલા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરાતનગરના બુટ ભવાની મંદિર ખાતે પંચકુંડી યજ્ઞ અને તેજસ્વી તારલા સન્માન સમારોહ ખૂબ સારી રીતે યોજાયો જેમાં ધોરણ ૧૦ થી ગ્રેજયુએટ સુધીમાં એક થી ત્રણ નંબર મેળવનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

અસત્ય ઉપર સત્યનો વિજય, અધર્મ પર ધર્મનો વિજય એવા દશેરાના પર્વ નિમિત્તે દર વર્ષે વિરાટનગર (રંગપર) ગામે સમસ્ત વડસોલા પરિવાર પોતાના કુળદેવીના દર્શનાર્થે આવે છે. જેમાં ટીંબડી,ઘૂંટું,અણિયારી, દેરાળા ગામે વસતા પણ સમસ્ત વડસોલા પરિવારની નવી પેઢી, યુવાનો પોતાની કુળદેવીના દર્શનાર્થે આવે એવા હેતુસર પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. અને સાથો સાથ તેજસ્વી તારલાનું સન્માન કરવામાં આવે છે.

વિરાટનગર ગામે બિરાજમાન જગત જનની બુટ ભવાની મંદિર ખાતે શાસ્ત્રી યતિનભાઈ દવેએ શાસ્ત્રોતક વિધિથી યજ્ઞ કર્યો હતો. ત્યારબાદ ધોરણ દશથી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર ધો.10 માં વડસોલા સ્મૃતિ અતુલભાઈ, SSC CBSC પ્રાંચી પ્રકાશભાઈ વડસોલા, HSC કોમર્સ માનસી મુકેશભાઈ દેવ નારણભાઈ, HSC સાયન્સ દ્રષ્ટિ કલ્પેશભાઈ, BCOM નમન જગદીશભાઈ, B.A.M. PShychology કોલેજ ફર્સ્ટ MBBSમાં જય જશવંતભાઈ વડસોલા, સંગીત ક્ષેત્રમાં મલ્હાર ચિરાગ અને નેચરોપેથીમાં અલ્પાબેન ચિરાગભાઈ વડસોલા અને કબડ્ડીમાં નેહા સુરેશભાઈએ સર્વોત્તમ દેખાવ કરવા બદલ, જાનકીબેન કિશનભાઈ BHMS માં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વગેરેનું માતાજીના ભુવા બાબુભાઈ વડસોલાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમસ્ત વડસોલા પરિવારના મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો જેના દાતા રમેશભાઈ વડસોલા ટીંબડીવાળા અને આઈસ્ક્રીમ અને સોડાના દાતા અમુભાઈ વડસોલાનું સાલ ઓઢીને સન્માન કરાયું હતું. જે કાર્યક્રમમા દિનેશભાઈ વડસોલા અને હસમુખભાઈ વડસોલાએ પ્રેરણાત્મક ઉદબોધન દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અને વડસોલા પરિવારની યુવા ટીમેં સમગ્ર કાર્યક્રમના સુંદર આયોજન અને વ્યવસ્થાપન સંભાળી ઉતમ કામગીરી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!