Friday, December 27, 2024
HomeGujaratમચ્છુ નદીના કાંઠે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

મચ્છુ નદીના કાંઠે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં આવતા કાંઠા વિસ્તારના ગામોમાં ચાલતા દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે સપાટો બોલાવ્યો છે. પોલીસે લીલાપર ધ્રુવ ક્રાફટ કારખાના પાછળ મચ્છુ નદીના કાંઠેરેઈડ કરી સરકારી જગ્યામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી છે. જયારે આરોપી ફરાર થયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, લીલાપર ધ્રુવ ક્રાફટ કારખાના પાછળ મચ્છુ નદીના કાંઠે બાવળની કાંટમાં ગેર કાયદેસરની દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમી રહી છે. જે હકીકતના આધારે તેઓએ સ્થળ પર રેઈડ કરી દેશી દારૂ બનાવવાનો રૂ.૮૦૦/-ની કિંમતનો ૪૦૦ લીટર ઠંડો આથો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા નવઘણ જેઠાભાઇ દેગામા (રહે.લીલાપર તા.જી.મોરબી) વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!