મોરબીના શોભેશ્વર રોડ પર અનાથ બાળકીઓનું આશ્રય સ્થાન વિકાસ વિદ્યાલય આવેલ છે. જ્યાં ગઈકાલે રાજ્યના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની સાદગીભેર ઉજવણી કરવામાં આવી હતી.
વિકાસ વિદ્યાલયમાં આશ્રય મેળવી રહેલ દીકરીઓએ ગઈકાલે કૈક કાપીને નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી શુભકામનાઓ આપી હતી. સાથોસાથ ગુજરાતનાં સપૂત અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તંદુરસ્તી ભર્યા દિર્ધાયું માટે પ્રાથના પણ કરી હતી. આ તકે “ભારત માતા કી જય”ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જેમાં મોરબીના રાજકીય અગ્રણી અને દાતા રાઘવજીભાઈ ગડારાએ પણ ખાસ ઉપસ્થિત રહી અનાથ બાળાઓને પ્રોત્સાહિત કરી હતી. તેમજ સંસ્થાના સંચાલક ભરતભાઇ નિમાવતે કાર્યક્રમનુ આયોજન કર્યું હતું. જેને મંત્રી બ્રિજેશ મેરજાએ બિરદાવી હતી અને કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની રાષ્ટ્રસેવા વધુ મજબૂત બનશે એટલું જ નહીં પણ ભારત દેશને વિશ્વમાં વધુ દેદિપ્યમાન કરવાની પ્રધાનમંત્રીશ્રી મહેચ્છા ચરિતાર્થ થશે અને વધુ ઉર્જાસભર બની રાષ્ટ્ર ફલક પર નિતનવીન સિધ્ધિઓના સોપાનો પાર કરવામાં આ બાળકીઓની પ્રાથના થકી બળ મળશે તેમ જણાવ્યુ હતું.