મોરબીનાં તમામ હિન્દુ મુસ્લિમ ધર્મના લોકો આહુતિ આપવા આવે તેવી સમાજિક કાર્યકરોની વિનંતી
ઝુલતા પુલ દુર્ઘટનામા દિવ્ય આત્માઓની શાંતિ માટે શાંતિ હવન તા.૩૦-૧૦-૨૦૨૪ ને બુધવારે સવારે ૯-૦૦ થી ૧-૩૦ વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે. જે ઘટનાને ૨ વર્ષ પુરા થયા અને ૩ વર્ષ શરૂ થાય છે. ત્યારે દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના પરીવારને આહુતી આપવા માટે મોરબીના સામાજીક કાર્યકર દ્રારા સામાકાંઠે વિસ્તાર, એલ.ઈ.કોલેજ રોડ, મહાપ્રુભજીની બેઠક આગળ, ઝુલતાપુલ નો પાછળના ભાગ મોરબી-૨ ખાતે સર્વે જ્ઞાતી માટે શાંતિ હવનનું અયોજન કરાયું છે જેમાં સર્વે જ્ઞાતિને પધારવા વીનંતી કરાઈ છે.
મોરબીના સામાજીક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ જી. બાંભણીયા, અજયભાઈ વાઘાણી, રાણેકવાળીયા દેવેશ મેરૂભાઇ, મુછડીયા વાલજીભાઈ ધનજીભાઈ, મુસાભાઈ બ્લોચ, સામાજીક કાર્યકરો દ્વારા મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનામાં હિન્દુ મુસ્લીમ દિવ્ય આત્માાઓના મોક્ષાર્થે હવનનું આયોજન તા. ૩૦/૧૦/૨૦૨૪ ને બુધવારના રોજ સવારે ૯-૩૦ થી બપોરે ૧-૦૦ વાગ્યા સુધી ઝુલતાપુલના પાસેના વિસ્તાર, મયુર હોસ્પીટલની પાસે, સ્વામીનારાયણ મંદિર બાજુમાં દિવ્ય આત્માઓને શાંતિ માટે શાંતિ હવનનું આયોજન કરાયું છે. મોરબીના તમામ હિન્દુ-મુસ્લીમ જનતાને શાંતિ હવનમાં આહુતિ આપી દિવ્ય આત્માઓને શાંતિ (મોક્ષ) મળે તે માટે જાહેર જનતાને ઉપસ્થિત રહેવા વિનંતી કરાઇ છે. જે શાંતિ હવન મોરબી જુલતા પુલ દુર્ઘટનાને ૨ વર્ષ પુર્ણ થતા અને દિવ્ય આત્માઓને શાંતિ મળે તથા તેમના પરીવારને યોગ્ય ન્યાય સત્વરે મળે તે માટે આ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. જે હવનમાં લાભ લેવા સામાજીક કાર્યકરો દ્વારા લાગણી વ્યક્ત કરાઈ છે. મોરબીની તમામ હિન્દુ મુસ્લિમ જનતાને બહોળી સંખ્યામાં આહુતી આપવા પધારવા સામાજીક કાર્યકરોએ વિનંતી કરી છે.









