આજના મીડિયાના સમયમાં કોઈ ધર્મ, વાનગી, ફેશન અને વિચાર એક ફેડની માફક જોત જોતામાં જગતભરમાં ફેલાઈ જાય
અને જોતજોતામાં એ બધું ગાયબ થઈ જાય. તેની જગ્યાએ કંઈક નવું અને ઈન્સ્ટન્ટ આવી જાય, પણ રામનો પ્રભાવ માત્ર ભારતમાં જ નહીં, દુનિયામાં હજારો વરસ સુધી ચાલ્યો અને હજી ચાલી રહ્યો છે.
ત્યારે રામનવમીની “નાલંદા કીડ્સ” ઘુનડા રોડ, બ્રાન્ચના ભૂલકાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તેઓ દ્વારા રામાયણના પ્રસંગો જેવા કે બાળલીલા, સ્વયંવર, વનવાસ અને લંકા વિજય વગેરેને નાટ્ય સ્વરૂપે જીવંત કર્યા હતા.
અને ભારતીય પરંપરાને સમજવાનો અને અંગ્રેજી માધ્યમમાં ભણતા હોવા છતાં હિન્દુ પરંપરાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો હતો.