મોરબીમાં ગણેશ ચતુર્થીના દીવસથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો હતો. શહેરના શેરી-ગલીઓમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. ગણેશજીને ધૂપ-દીપ અને લાડુનો ભોગ ધરાવવામાં આવી રહ્યો છે. ત્યારે ગઇકાલે પંચમુખી હનુમાનજી મંદિર પાછળ, છોટાલાલ પમ્પ પાસે, શનાળા રોડ ખાતે આવેલ હાઉસિંગ બોર્ડ કા રાજા ગણપતિ મહોત્સવમાં આરતી અને રામધૂનનુ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ગણપતિ મહોત્સવ સમિતિ દ્વારા વડીલોને ભગવદ ગીતા ધાર્મિક પુસ્તકો ભેટ સ્વરૂપે આપ્યા હતા. તેવી જ રીતે આજે રાત્રે 9:30 વાગ્યે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણપતિ મહોત્સવમા જાદુગર જીવાનો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. જેમાં સૌ ધર્મપ્રેમી જનતાને પધારવા આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.