Thursday, January 9, 2025
HomeGujaratઝૂલતા પુલ દુર્ઘટના મૃતકોની પ્રથમ વાર્ષિક પુણ્યતિથીના દિવસે ટ્રેજેડી વિકટીમ એસોશીએશન મુખ્યમંત્રી...

ઝૂલતા પુલ દુર્ઘટના મૃતકોની પ્રથમ વાર્ષિક પુણ્યતિથીના દિવસે ટ્રેજેડી વિકટીમ એસોશીએશન મુખ્યમંત્રી નિવાસ સુધી યોજશે શ્રદ્ધાંજલી યાત્રા

અત્યાર સુધી આરોપીઓને ફાંસીની સજાની માંગ કરતા પીડિતો હવે સખત આજીવન કેદની સજાની માંગ કરી રહ્યા છે

- Advertisement -
- Advertisement -

ટ્રેજેડી વિકટીમ એસોશીએશન મોરબીએ તા.૩૦.૧૦.૨૦૨૨ ના રોજ મોરબીમાં બનેલ ઝુલતા પુલ ટુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના પરિવારજનોનું બનેલ રજીસ્ટર્ડ સંગઠન છે, જેમાં ૧૧૨ જેટલા દુર્ઘટનાના મૃતકોના પરિવારજનો જોડાયેલ છે. ત્યારે ટ્રેજેડી વિકટીમ એસોશીએશન દ્વારા આજ રોજ દેશના વડાપ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના DGP તથા અમદાવાદ પોલીસ કમિશ્નરને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં તેઓ દ્વારા આગામી ૩૦ ઓક્ટોબરે આ દુર્ઘટનાને એક વર્ષ પૂરું થવા નિમિતે ઉપવાસ રાખીને મહાત્મા ગાંધીના દર્શાવેલ સત્યાગ્રહના માર્ગે શ્રદ્ધાંજલી યાત્રાનું આયોજન કરવામાં આવનાર હોવાનું જણાવવામાં આવ્યું હતું.

ટ્રેજેડી વિકટીમ એસોશીએશન દ્વારા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ગત તા.૦૯.૧૦.૨૦૨૩ ના રોજ ગુજરાત સરકાર દ્વારા મોરબી દુર્ઘટનામાં રચના કરવામાં આવેલ સીટનો રિપોર્ટ નામદા૨ ગુજરાત હાઇકોર્ટમાં મૂકવામાં આવેલ હતો. આ રિપોર્ટમાં આ દુર્ઘટના માટે ઓરેવા કંપની તથા તેના ડાયરેક્ટર અને કર્મચારીઓને જ સંપૂર્ણ જવાબદાર દર્શાવવામાં આવ્યા છે. ઓરેવા કંપની તેના ડાયરેક્ટરને લીધે અમે તમારા બાળકો અને સ્વજનો કે જે અમારા જીવનનો આધાર હતા તેમને અકાળે ગુમાવ્યા છે. અમારા જીવનની આ કમી ક્યારેય પૂરી થવાની નથી. પણ આ દુર્ઘટનાના આરોપી ઓરેવા કંપનીના ડાયરેક્ટર તથા દોષિત કર્મચારીઓ સામે ચાલતા કોર્ટ કેસમાં સ્પીડ ટ્રાયલ ચલાવવામાં આવે અને આરોપીઓને સખતમાં સખત આજીવન કેદની સજા આપવામાં આવે તે અમારી આપ સાઇનને નમ્ર વિનંતી છે. તો જ અમારા અકાળે અવસાન પામેલ સ્વજનોના આત્માને શાંતિ મળશે. હાલ આ કરૂણ દુર્ઘટનાને એક વર્ષ પૂરું થઈ રહ્યું છે. આ નિમિતે આગામી તા.30.10.2023 નાં રોજ અમો આ દુર્ઘટનાનો ભોગ બનનાર પીડિતજનો અમારા અવસાન પામેલ સ્વજનો તે શ્રધ્ધાજલી આપવા માટે તથા રારકાર દ્વારા આ દુર્ઘટનાના પીડિતોને ભવિષ્યમાં પણ ન્યાય મળશે. તેવી આશા સાથે ન્યાયના હિતમાં અમદાવાદ ગાંધી આશ્રમથી મુખ્ય મંત્રી નિવાસ સ્થાન ગાંધીનગર સુધી ૨૪ કિલોમીટરની શ્રદ્ધાંજલી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રદ્ધાંજલી યાત્રા રાવારે ૬.૦૦ વાગ્યા થી અમદાવાદ ગાંધી આશ્રમથી શરૂ થશે. આ યાત્રામાં ઝૂલતા પુલ દુર્ઘટના મોરબીમાં અવસાન પામેલ મૃતકોના ૨૦૦ જેટલા પરિવારજનો જોડાશે. તેમ ટ્રેજેડી વિકટીમ એસોશીએશન દ્વારા પત્રમાં જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!