Sunday, January 5, 2025
HomeGujaratવર્ષ ૨૦૨૫ના પ્રથમ દિવસે મોરબીમાં કાળચક્ર ફરી વળ્યું:એક દિવસમાં અપમૃત્યુના ચાર બનાવ...

વર્ષ ૨૦૨૫ના પ્રથમ દિવસે મોરબીમાં કાળચક્ર ફરી વળ્યું:એક દિવસમાં અપમૃત્યુના ચાર બનાવ નોંધાયા હતાં

મોરબી શહેર સહિત જીલ્લામાં અપમૃત્યુના અલગ અલગ ચાર બનાવો પોલીસ મથકે નોંધાયા છે, જેમાં ગઈકાલે તા.૦૧ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ એક દિવસમાં સગીર સહિત ચાર વ્યક્તિના મોતના બનાવથી ચકચાર મચી જવા પામ્યો છે.

- Advertisement -
- Advertisement -

જેમાં પ્રથમ અપમૃત્યુના બનાવમાં મોરબીના શનાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં દેવશ્રી પેલેસ-૫૦૨માં રહેતા કાંતીલાલ રૂપચંદભાઇ કોઠારી ઉવ.૭૫ ગઈકાલ તા.૦૧/૦૧ના રોજ પોતાના ઘરે રૂમમા કોલસાની સગડી ચાલુ હોય અને રૂમમા રમ બંધ કરીને સુતા હોય જેથી ધુમાડાના ગુંગણામણને લીધે તેઓ બેભાન થઈ જતા પરિવારજનો તેમને એમ્બ્યુલન્સ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડતા જ્યાં હાજર ડોક્ટરે જોઈ તપાસી કાંતિલાલને મરણ જાહેર કર્યા હતા. ત્યારે સીટી એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં હળવદમાં સાંદિપની નિશાળ પાછળ આવેલ શ્રીજીનગર સોસાયટીમાં રહેતો ૧૭ વર્ષીય પિન્ટુ ગુમાનસિંગ બુધેલાભાઈ ધાણક તેના મામા વિક્રમ સાથે કામે મદદમા જતો ન હોય અને રખડતો હોય જે બાબતે ગઈ તા. ૨૮/૧૨ના રોજ તેની માતા રાજલીબેને પિન્ટુને ઠપકો આપતા જે બાબતે તેને માઠુ લાગી આવ્યું હતું અને એકદમ ગુસ્સે થઈ ઘરમાં પડેલ ઉધઈ મારવાની દવા હોય જેમાથી પિન્ટુએ તેની જાતે એક ઢાંકણુ દવા પી લેતા ચાલુ સારવાર દરમ્યાન પિન્ટુનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે હળવદ પોલીસે મૃતક સગીરની માતા પાસે પ્રાથમિક વિગતો મેળવી મૃત્યુના આ બનાવની અ. મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.

અપમૃત્યુના ત્રીજા બનાવમાં મોરબી તાલુકાના ખારચીયા ગામે આવેલ સેવનપંખ કારખાનામાં કામ કરતા શ્રમિક પરિવારની ૩ વર્ષીય પુત્રી રિતિકા અકેશભાઈ રાવત ગઈ તા.૩૧/૧૨ના રોજ ઉપરોજત કારખાનામાં રમતી હોય ત્યારે રમતા-રમતા પહેલા માળેથી પડી જતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જતા જ્યાં સારવાર દરમ્યાન રિતિકાનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે રાજકોટ સિવિલ પોલીસ ચોકી દ્વારા ઇન્કવેસ્ટ સહિતની કામગીરી કરીને કાગળો મોરબી તાલુકા પોલીસ મથકમાં રવાના કર્યા હતા, ત્યારે તાલુકા પોલીસે અ. મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.

જ્યારે અપમૃત્યુના ચોથા બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના શાપર ગામની સીમમાં આવેલ સ્કાયટચ સીરામીક ફેક્ટરીના પ્રેસખાતામાં સાઇટ ઉપર કામ કરતા મોરબી તાલુકાના જીવાપર ચકમપર ગામના કાંતિલાલ મગનભાઇ કાલરીયા ઉવ-૩૭ ગઈ તા.૧૪/૧૨ના રોજ ઉચાઇએથી નીચે પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેથી કાંતિલાલને સારવાર અર્થે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લાવ્યા જ્યાંથી વધુ સારવારમાં રાજકોટ રીફર કરાયા હતા, જ્યાં રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં તા.૨૮/૧૨ ના રોજ સારવાર દરમિયાન કાંતિલાલનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે પીએમ સહિતની તબીબી કાર્યવાહી પૂર્ણ થતા મોરબી તાલુજ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!