Saturday, October 5, 2024
HomeGujaratમોરબીમાં હોળી-ધુળેટીનાં તહેવાર ઉપર નિયમભંગ કરનાર વાહનચાલકો, દારુ વેચનાર તથા પીનારાઓ સામે...

મોરબીમાં હોળી-ધુળેટીનાં તહેવાર ઉપર નિયમભંગ કરનાર વાહનચાલકો, દારુ વેચનાર તથા પીનારાઓ સામે પોલીસની લાલ આંખ

હોળી-ધુળેટી તહેવાર અનુસંધાને મોરબી જીલ્લામાં વાહન ચેકીંગ અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ જેથી જીલ્લા એસ.પી. સુબોધ ઓડેદરાએ આ સંબંધે તાત્કાલીક અસરકારક અને દાખલારૂપ કાર્યવાહી કરવા મોરબી જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન તથા ટ્રાફિક શાખાને સૂચના આપતા ના.પો.અધિ. મોરબી વિભાગના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવી અધિકારી તથા કર્મચારી સાથે પૂરઝડપે તેમજ નિયમોનો ભંગ કરતા ડમ્પરો, મોટર-કાર તથા બુલેટ મોટર સાયકલોના ચાલકો જે ઓવર સ્પિડમાં તેમજ ભયજનક રીતે ચલાવીને નીકળેલ તથા અડચણ રૂપ પાર્કિંગ કરેલ વાહનોને ઝડપી પાડી જેના (IPC ની કલમો હેઠળ) કેસો-૧૪ તથા નંબર પ્લેટ વગરના તેમજ ગેરકાયદેસર લખાણ તથા સુશોભીત નંબર તથા ડબલ સાયલેન્સર વાળા વાહનોને એમ.વી.એકટ ૨૦૭ મુજબ ૭૪ વાહનો ડીટેઇન કરાયાં હતાં તથા દારૂ પીને વાહન ચલાવતા પકડેલ કેસની (MVACT ૧૮૫ મુજબ) સંખ્યા-૦૫ તથા નંબર પ્લેટ વગરના તેમજ ગેરકાયદેસર લખાણ તથા સુશોભીત નંબર તથા શીટ બેલ્ટ વગરના તથા કાળા કાચ વાળા તથા વાહનને લગતા દસ્તાવેજી કાગળો કે ચાલકનું લાયન્સ સાથે નહિ રાખેલ તથા રોંગ સાઇડમાં તથા ચાલુ વાહને મોબાઇલ ફોનમાં વાત કરતા નીકળેલ વાહન ચાલકો વિરૂધ્ધ એન.સી. કેસો-૨૪૦ કરી તેનો સ્થળ દંડ રૂ.૧,૦૨,૯૦૦/- વસુલ કરેલ હતો. આમ, વાહન ચાલકો વિરૂધ્ધ દાખલારૂપ કાર્યવાહી કરેલ છે તથા મોરબી જિલ્લામાં દારૂ પીવા તેમજ વેચાણના બુટલેગર ઉપર કુલ ૫૭ કેસ દાખલ કરેલ છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!