Sunday, December 22, 2024
HomeGujaratમાળીયા હાઇવે ઉપર કારચાલકે હડફેટે લેતા બાઇકચાલકને ઇજા, ફરિયાદ નોંધાઈ

માળીયા હાઇવે ઉપર કારચાલકે હડફેટે લેતા બાઇકચાલકને ઇજા, ફરિયાદ નોંધાઈ

બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર નુરમોહમદ ઉર્ફે નુરાભાઇ ઓઘડભાઇ મુલતાનીએ અજાણ્યા કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 3ના રોજ માળીયા હાઇવે પર નવા ધનાળા પાટીયાથી ઇશ્વરનગર તરફ જતી કેનાલના રોડ ઉપર કેનાલના નાલા પાસે આરોપી એક બ્લુ અથવા કાળા જેવા કલરની ફોર વ્હીલના ચાલકે પોતાની ફોર વ્હીલ બેદરકારીપુર્વક ચલાવી ફરીયાદી નુરમોહમદ ઉર્ફે નુરાભાઇ ઓઘડભાઇ મુલતાનીના બજાજ પ્લેટીના રજી.નં. જીજે-૩૬-એ-૮૦૯૯ સાથે અથડાવી અકસ્માત સર્જયો હતો જેમાં ફરીયાદી નુરમોહમદને જમણા હાથના કાંડાના ભાગે ફેકચર, ગળે પાંસળીના ભાગે તથા જમણી બાજુના પડખે મુંઢ ઇજા પહોંચી હતી. કારચાલક અકસ્માત સર્જી નાશી છુટ્યો હતો. હાલમાં પોલીસે બાઈક ચાલકની ફરિયાદના આધારે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કારચાલકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!