ઇન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્વારા દિપાવલીના તહેવાર નિમિતે મોરબી શહેરની જાહેર જનતા માટે નહિ નફો નહિ નુકશાનના ધોરણે મીઠાઈ અને ફરસાણ વિતરણ કાર્યક્રમ તા. 27/10/2024 ના યોજવામાં આવશે. જેના બુકિંગ માટે અલગ અલગ સ્થળોએ બુકિંગ કરાવી શકવાની વ્યવસ્થા પણ ઇન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્વારા કરવામાં આવી છે.
ઇન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્વારા દિપાવલીના તહેવાર નિમિતે મોરબી શહેરની જાહેર જનતા માટે નહિ નફો નહિ નુકશાનના ધોરણે મીઠાઈ અને ફરસાણ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં મીઠાઈમાં ચોકલેટ બરફી, પિસ્તા બરફી, પનીર લાડુ, થાબડી, ટોપરા પાક સહિતની મીઠાઈ 130 રૂપિયા 500 ગ્રામ, ફરસાણ 500 ગ્રામ 60 રૂપિયા જેમાં ખટમીઠુ ચવાણું, મિક્સ ચવાણું, પંચરત્ન ચવાણું, ચકરી, બેબી ભાખરવડી અને સ્પેશિયલ ફરસાણ 500 ગ્રામના 70 રૂપિયા જેમાં નડિયાદી ભૂસુ, બોમ્બ ભેળ અને રોલ પૂરી નું વિતરણ કરવામાં આવશે. જેના માટે બુકિંગ તા. 18/10/2024 થી 23/10/2024 સુધી કરી શકાશે. જેના બુકિંગ માટે ગૌતમ કલોથ સ્ટોર્સ, જેઈલ રોડ, શશીભાઈ મહેતા- મો. ૯૮૨૪૬૧૬૦૮૯, વિકાસ ઓટો મોબાઈલ, પટેલ ચેમ્બર્સ, ત્રાજપર ચાર રસ્તા, મો.૯૮૨૫૬ ૪૪૯૯૧, કલાપૂર્ણમ સ્ટોર્સ, બજાર લાઈન, નિસર્ગભાઈ, મો: ૯૯૦૯૨ ૧૫૫૨૦, ભાવેશ ટ્રેડર્સ, મહેન્દ્રનગર મેઈન રોડ, કિરીટભાઈ સંઘવી, મો. ૯૪૨૯૦૯૭૭૬૫, કિશોરભાઈ પલાણ, વસંત પ્લોટ-૩, ચકીયા હનુમાન મો. ૯૮૭૯૯૬૩૭૬૨, શ્રધ્ધા અગરબતી, એ.જે. કુ. પાસે, ડાયમંડ બ્યુટીપાર્લરની બાજુમાં મો.૯૬૨૪૪૫૭૧૯૯, અલ્પાબેન કકકડ, લખધીરવાસ લક્ષ્મીનારાયણ શેરી, મા શકિત પેલેસ, ૩ ફલોર, મો.: ૯૦૨૩૧૦૪૪૪૬, ભારતીબેન રાચ્છ, વાવડી રોડ, કૃષ્ણ નગર-૨, ગાયત્રીનગર-૪, મો. ૯૦૯૯૩૪૭૭૭૩ નો સંપર્ક કરી બુકિંગ કરાવી શકાશે તેમજ વિતરણ તા. 27/10/2024 ના રોજ સાંજે 4 થી 8 વાગ્યા સુધી સિટી સેન્ટર, જૂની HDFC બેંકની બાજુમાં, કબીર ટેકરી મેઈન રોડ ખાતે કરવામાં આવશે. જેમાં આર્થિક સહયોગ રાઘવજીભાઈ મનજીભાઈ અધારા અને આશકભાઈ રમજાનભાઈ નવોડીયા દ્વારા આપવામાં આવી રહ્યો છે..