સેવા ભારતી ગુજરાત, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશન ઉપક્રમે તા. 13/04/2025 ને રવિવારના રોજ ડૉ. બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિતે સામાજીક સમરસતા ભાગરૂપે મોરબી જીલ્લાના ૧૧ વિવિધ સ્થળોએ નિઃશુલ્ક સર્વ રોગ નિદાન તથા નિઃશુલ્ક દવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે આયોજનમાં કુલ ૧૧૦૦ થી વધુ દર્દીઓએ નિઃશુલ્ક ચેકઅપ તથા નિઃશુલ્ક દવાનો લાભ લીધો હતો.
સેવા ભારતી ગુજરાત, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશન ઉપક્રમે તા. 13/04/2025 ને રવિવારના રોજ ડૉ. બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિતે મોરબી જિલ્લાના વિવિધ સ્થળોએ નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમને સફળ બનાવવા માટે NMO તથા જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજના અંદાજિત ૯૦ જેટલા સેવાભાવી વિધાર્થીઓ, ઇન્ટર્ન ડોક્ટર મેડિકલ અને સિનિયર ડોકટર દ્વારા ૧૧ સ્થળોએ કુલ મળી ૧૧૦૦ જેટલા દર્દીઓના રોગનું નિદાન કરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને સ્વસ્થ નિરોગી જીવન જીવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ અને સેવા ભારતી તથા સ્થાનિક ૧૪૦ થી વધુ કાર્યકર્તાઓ તેમજ સામાજિક લોકો આ કાર્યમાં સહભાગી બની મેડીકલ કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો.