ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ભગવાન કરતા વધુ મહત્વ આપવામાં આવે છે. અને આ ગુરુ ની પૂજા અને આરાધના કરવાનો ખાસ દિવસ એટલે અષાઢ માસની પૂનમ જેને ગુરૂપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજે વાંકડા ગામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ટંકારા પડધરીના ધારાસભ્ય, સમૂહ લગ્ન સમિતિ, જિલ્લા વહીવટી તંત્ર અને વાંકડા ગામ સમસ્ત દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજ રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે વાંકડા ગામ સમસ્ત દ્વારા અંદાજે 50 વૃક્ષો વાવી બગીચો બનાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ ગ્રામજનોમાં વૃક્ષારોપણ કરવા ઉત્સાહ હોય જેથી આજે 351 વૃક્ષો વાવી બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજના સમયની જરૂરિયાત જરૂરિયાત છે કે વૃક્ષો વગર ઉઘાર નથી હાલ પ્રદૂષણ દીન પ્રતિદિન વધી રહ્યું છે તો વૃક્ષો વાવી પ્રદૂષણ ઘટાડી શકાય અને ગામે ગામે આવો સંકલ્પ કરી વધુમાં વધુ વૃક્ષો વાવો તેવી ટંકારા પડધરીના ધારાસભ્ય, સમૂહ લગ્ન સમિતિ, જિલ્લા વહીવટી તંત્ર અને વાંકડા ગામ સમસ્ત દ્વારા અપીલ કરાઈ છે, ત્યારે તેમના દ્વારા વધુમાં અપીલ કરતા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી સમુહ લગ્ન સમિતિ પીંજરા અને વૃક્ષો આપે છે તો વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણને હરિયાળુ બનાવવામા સહભાગી બનીએ.